fbpx

પ્રાંતિજ મોટી બોખ બે કાંઠે થતા નગરજનો ધરતી પુત્રો મા ખુશી

Spread the love

પ્રાંતિજ મોટી બોખ બે કાંઠે થતા નગરજનો ધરતી પુત્રો મા ખુશી
– ઉપરવાસ મા પડેલ વરસાદ ને લઈ ને મોટી બોખ છલોછલ

         


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકાના લોકોની જીવાદોરી સમાન બોખ  મા ઉપરવાસ મા થયેલ વરસાદ ને લઈ ને પાણી ભરાતા હાલ રમમ્ય નજરો જોવા મળે છે તો બોખ મા પાણી ભરતા ૧૫ થી ૧૮  ગામોના ખેડૂતોના બોર કુવા રીચાર્જ થશે

 પ્રાંતિજ નેશનલ હાઈવે -૪૮ ઉપર આવેલ શ્રી માર્કડેશ્વર મહાદેવ પાસે આવેલ મોટી બોખ કે જે ૨૦ થી પણ વધારે લોકો ની જીવાદોરી છે તે  મંદિર ના પાછળનો ભાગ મોટી બોખ છલોછલ પાણી થી ભરાતા પીલુદ્રા , રામપુર , કમાલપુર , અનવરપુરા , નવાપુરા , સહિત ગામોને ખેતી માટે પાણી ની સમસ્યા ઉભી નહી થાય તો આ વર્ષે સારા વરસાદ ને લઈ ને પ્રાંતિજ સહિત તાલુકામા મેઘરાજા ની મેધમહેર થતા તળાવો મા નવાનીર આવ્યા છે અને નદી મા મા પણ નવાનીર આવ્યા છે  ત્યારે હાલતો સારા વરસાદ ને લઈ ને પ્રાંતિજ સહિત પંથક ના લોકો તથા ધરતી પુત્રો મા ખુશીજોવા મળી રહી છે

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!