

તમિલનાડુના કન્યાકુમારી જિલ્લાના રહેવાસી 17 વર્ષીય શક્તિસ્વરનનું ફક્ત ફાળોનું જ્યુસ ડાયટ લીધા પછી મૃત્યુ થયું. શક્તિસ્વરનનું જીવન એક એવા આહારથી થયું જે તેણે યુટ્યુબ પર જોયા પછી અપનાવ્યો હતો. મળતી માહિતી મુજબ, છેલ્લા ત્રણ મહિનાથી શક્તિસ્વરન ફક્ત ફળો અને તેના જ્યુસ પર આધારિત આહાર લઈ રહ્યો હતો. તેનો ઉદ્દેશ્ય વજન ઘટાડવાનો હતો, પરંતુ આ પ્રયાસથી તેનું જીવન બરબાદ થઈ ગયું. શક્તિસ્વરનના પરિવારે ડોકટરો અને પોલીસને જણાવ્યું કે તેણે આહારનું પાલન કરતા પહેલા કોઈ ડાયેટિશિયન કે ન્યુટ્રીશનની સલાહ લીધી ન હતી.

આહારમાં આટલો મોટો ફેરફાર કરતા પહેલા તેણે કોઈ તબીબી કે ન્યુટ્રીશનની સલાહ લીધી ન હતી. તે ફક્ત ફળોનો જ્યુસ પીતો હતો અને ખાવાનો ખોરાક બિલકુલ ખાતો ન હતો. આ સાથે, તે કેટલીક દવાઓ પણ લઈ રહ્યો હતો. જોકે, પોસ્ટમોર્ટમમાં હજુ સુધી એ સાબિત થયું નથી કે છોકરાનું મૃત્યુ ફળ-જ્યુસ ડાયટને કારણે જ થયું છે.


ઘણા લોકો સામાન્ય જીવનમાં પણ ફળો અને જ્યુસના આહારને અનુસરે છે. આ સંદર્ભમાં, અમે સેલિબ્રિટી ફિટનેસ કોચ પ્રસાદ નંદકુમાર શિર્કે પાસેથી જાણ્યું કે ફક્ત ફળો અને જ્યુસનો આહાર લેવાથી કઈ આડઅસરો થઈ શકે છે. કોચ શિર્કેએ કહ્યું, ‘ફળો અથવા ફળોના જ્યુસમાં ફ્રુક્ટોઝ હોય છે, જે ખાવાથી બ્લડ સુગર લેવલમાં વધારો કરે છે. આ ‘ખરાબ’ કોલેસ્ટ્રોલ (LDL)નું સ્તર વધારી શકે છે અને ‘સારા’ કોલેસ્ટ્રોલ (HDL)નું સ્તર ઘટાડી શકે છે. આ ઉપરાંત, હાઈ બ્લડ સુગર શરીરમાં ટ્રાઇગ્લિસરાઇડ્સનું સ્તર પણ વધારી શકે છે, જે એક પ્રકારની ચરબી છે અને હૃદય રોગનું જોખમ વધારે છે. તેથી, વ્યક્તિએ ક્યારેય ફક્ત ફળો અથવા જ્યુસનો આહાર ન લેવો જોઈએ.’
‘આજકાલ બજારમાં આવતા ફળો અથવા શાકભાજીમાં ઘણા બધા રસાયણો હોય છે. હવે આપણે જે ચિકન અથવા અન્ય વસ્તુઓ ખાઈએ છીએ, તેને પહેલા રાંધીએ છીએ, જેનાથી ઝેરી અસર ઓછી થાય છે, પરંતુ જો ફળો અને તેમના જ્યુસ રાંધ્યા વગર જ બનાવવામાં આવે છે, તો તેમાં ઝેરી અસર વધુ હોય છે અને રસાયણો સીધા તમારા શરીરમાં જાય છે, તેથી દરરોજ આવું કરવાથી રાસાયણિક પ્રતિક્રિયાઓ પણ થઈ શકે છે. તેથી, ઓર્ગેનિક ફળો ખાવા અથવા તેમનો જ્યુસ પીવો જ હંમેશા સારું રહે છે.

કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, ચરબી શરીર માટે જરૂરી છે. તમારા અંગોના કાર્ય માટે બીજી પણ વસ્તુઓ જરૂરી છે, જે ફક્ત ફળો પર આધારિત આહારથી મળતી નથી. પોષણના અભાવે, લોકોને ઘણી સમસ્યાઓ થઈ શકે છે, તેથી ક્યારેય ફક્ત ફળો પર આધારિત આહાર ન લેવો જોઈએ.
કોચ શિર્કે કહે છે, ‘આ વાત કોઈ પણ નકારી શકે નહીં કે, ફળો ખાવા શરીર માટે સારા છે. જો તમે ફળો ખાતા હોવ, તો તમારે હંમેશા નાસ્તા અને બપોરના ભોજનની વચ્ચે ખાવા જોઈએ. અથવા વર્કઆઉટ પહેલાં ફળો ખાવા પણ યોગ્ય છે. દરરોજ 1-2 ફળો ખાવા યોગ્ય છે, પરંતુ પ્રયાસ કરો કે ફળોમાં વિટામિન C વધુ માત્રામાં હોય. આ માટે બેરી, નારંગી શ્રેષ્ઠ વિકલ્પો હોઈ શકે છે.’
