

ગુજરાતના ગાંધીનગરમાં 78 વર્ષના એક મહિલા ગાયનેક સાથે ડિજીટલ અરેસ્ટની ચોંકાવનારી ઘટના બની છે. 3 મહિના સુધી મહિલા તબીબને ડિજીટલ અરેસ્ટ કરાયા હતા અને તેમની પાસેથી 19.24 કરોડ રૂપિયાની રકમ પડાવી લેવામાં આવી હતી. આ કેસમાં પોલીસે સુરતના એક રત્નકલાકારની ધરપકડ કરી હતી.
15 માર્ચે ના દિવસે ગાંધીનગરના મહિલા તબીબને એક કોલ આવ્યો હતો અને કોલ કરનારે તેમને કહ્યું હતું કે પોતે ટેલિકોમ ડિપાર્ટમેન્ટમાંથી બોલે છે, સાથે કહ્યુ હતું કે તમારા મોબાઇલ પરથી અપમાન જનક પોસ્ટ થઇ રહી છે અને મની લોન્ડરીંગ કેસમા તમારી ધરપકડ કરવામાં આવે છે. ધરપકડનો નકલી લેટર પણ મહિલા તબીબને મોકલવામાં આવ્યો.

મહિલા તબીબે જે 19.24 કરોડ રૂપિયા આપ્યા હતા તેમાંથી 1 કરોડની રકમ સુરતના રત્નકલાકાર લાલજી બલદાણિયાના ખાતામાં ટ્રાન્સફર થયા હતા. પોલીસે લાલજીની ધરપકડ કરી છે.
