

કાશ્મીરના પહેલગામની ઘટના પછી કોંગ્રેસના કેટલાંક નેતાઓ પોતાની જ પાર્ટીની ફજેતી કરી રહ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી અને સિનિયર નેતા સિદ્ધાર્થ રમૈયા અને સૈફસુદીન સોજ જેવા નેતાઓ પાર્ટી લાઇનની બહારના નિવેદનો આપી રહ્યા છે જેને કારણે કોંગ્રેસના સાંસદ અને વિપક્ષ નેતા રાહુલ ગાંધી નારાજ થયા છે અને આવા બેકાબુ નેતાઓને કંટ્રોલ કરવાની જવાબદારી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાજૂર્ન ખડગેને સોંપવામાં આવી છે.
કોંગેસ નેતા રાહુલ ગાંધીએ પહેલગામની ઘટના પછી કહેલું કે પાર્ટી કેન્દ્ર સરકારના દરેક પગલાંને સમર્થન આપશે. આ દુખની ઘડીમાં કોંગ્રેસ દેશની સાથે છે. પરંતુ કોંગ્રેસના નેતાઓ લવારા કરી રહ્યા છે.કોંગ્રેસના ધારાસભ્ય વડ્ડેટીવારે કહ્યું કે, હુમલો કરનારા પાસે એટલો સમય ન હોય કે બધાનો ધર્મ પુછીને હુમલો કરે.