
ગુજરાતમાં થોડા દિવસ પહેલા જ કોંગ્રેસનું 2 દિવસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું. રાજકારણના જાણકારોનું કહેવું છે કે કોંગ્રેસ સરદાર પટેલના નામનો ઉપયોગ કરીને ગુજરાતમાં પાટીદાર સમાજને પોતાના તરફ ખેંચવા માંગે છે. 2 દિવસના અધિવેશનમાં આખું ફોકસ માત્ર સરદાર વલ્લભભાઇ પટેલ પર જ હતું.
કોંગ્રેસને હવે સમજ પડી ગઇ છે કે, ગુજરાતમાં ભાજપને કાઉન્ટર કરવું હશે તો પાટીદારોના સાથ જરૂરી છે. ઇંદિરા ગાંધીના સમયમાં પાટીદારોની અવગણના કરવામાં આવી હતી. કોંગ્રેસ નેતા માધવસિંહ સોલંકી તે વખતે KHAM થિયરી લઇને આવ્યા હતા, જેમાં પાટીદાર સમાજ સામેલ નહોતો. આને કારણે પાટીદારો ભાજપ તરફ વળી ગયા.ગુજરાતમાં પાટીદાર સમાજનું રાજકારણમાં જબરદસ્ત વર્ચસ્વ છે. ભાજપે અત્યાર સુધી એવો જ પ્રચાર કર્યો કે કોંગ્રેસ સરદારની અવગણના કરે છે.