
-copy4.jpg?w=1110&ssl=1)
સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં મહિલા PSI મધુ રબારીને સરકાર મહિને 70,000 રૂપિયાનો પગાર આપે છે છતા એક 63,000 રૂપિયાની લાંચ લેવાના કેસમાં મહિલા PSI ઝડપાઇ ગયા.
વાત એમ હતી કે એક હીરાના વેપારીને અન્ય એક હીરાના વેપારીને 10.13 લાખ રૂપિયા આપવાના હતા, જેમાંથી 5.50 લાખ રૂપિયાની રકમ ચૂકવાઇ ગઇ હતી. 4.63 લાખ રૂપિયા બાકી હતા. જેમને રૂપિયા લેવાના હતા એ વેપારીએ કાપોદ્રા પોલીસમાં ફરિયાદ કરી હતી. મહિલા PSIએ જે વેપારીને રૂપિયા આપવાના હતા તેની પાસે 63,000 લાંચ માંગી હતી. PSIના રાઇટર નવનીત જેઠવાએ લાંચ માંગેલી. વેપારીને લાંચ આપવી નહોતી એટલે વડોદરા ACBને જાણ કરી હતી. જ્યારે નવનીત જેઠવાનો સાળો માનસિંહ સિસોદીયા કાપોદ્રા પોલીસ સ્ટેશન બહાર લાંચ લીધી એ સાથે ACBએ ત્રણેયની ધરપકડ કરી છે.