fbpx

ગુજરાતના 9 જિલ્લામાં પૂરની શક્યતા, સૌરાષ્ટ્રના દરિયાથી લઈને MP બોર્ડર સુધી ઘેરાયા વાદળો

Spread the love
ગુજરાતના 9 જિલ્લામાં પૂરની શક્યતા, સૌરાષ્ટ્રના દરિયાથી લઈને MP બોર્ડર સુધી ઘેરાયા વાદળો

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભરઉનાળે ચોમાસા જેવી સિઝન જામી છે.  મે મહિનામાં તિવ્ર ગરમી પડવાને બદલે ધોધમાર વરસાદ પડી રહ્યો છે.  ગુજરાતના ઘણા વિસ્તારોમાં 4-4ઈંચ વરસાદ નોંધાયો છે. તો હવામાન વિભાગે હળવા પૂરની આશંકા વ્યક્ત કરી છે. 

હવામાન વિભાગે રાજ્યના 9 જિલ્લામાં પૂરની સંભાવના વ્યક્ત કરી છે. જેમાં ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, વડોદરા, અમરેલી, બાવનગર, સુરેન્દ્રનગરમાં હળવા પૂરની સંભાવના છે. 

01

તો બીજી તરફ સૌરાષ્ટ્રના દરિયાથી મધ્યપ્રદેશની બોર્ડર સુધી વાદળો ઘેરાયા છે. ગરમ ભેજવાળી હવા સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સુધી ટ્રફલાઈન બની છે. આવી સ્થિતિમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. મધ્ય ગુજરાત – દ.ગુજરાતના જિલ્લાઓમાં સાવધાની વર્તવાની અને દ. સૌરાષ્ટ્ર, પૂર્વ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાનના સાઉથ વેસ્ટ પર સક્રિય છે, જેના કારણે રાજ્યમાં થંડરસ્ટ્રોમની ચેતવણી આપી છે. સિવિયર થંડર સ્ટ્રોમ એક્ટિવિટી થવાને કારણે રાજ્યમાં ભારે પવન, ગાજવીજ સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 

3

હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલી-ભાવનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ અને છૂટા છવાયો વરસાદ પડવાની સંભાવના છે. તો રાજકોટ, બોટાદ, અમદાવાદ, આણંદ, ભરૂચ, વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની કરવામાં આવી છે.  જૂનાગઢ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, વડોદરા, નર્મદા, સુરત, તાપી, ડાંગ અને નવસારીમાં યલો એલર્ટ અને છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. તો અન્ય જિલ્લાઓમાં કોઈ પ્રકારની આગાહી કરવામાં આવી નથી.

02

આવતી કાલે એટલે કે ગુરુવારે, હવામાન વિભાગે આપેલા મેપ મુજબ રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, ભરૂચ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને વલસાડમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Leave a Reply

error: Content is protected !!