fbpx

ઓપરેશન સિંદૂર એટલે જય દુર્ગા, જય બજરંગબલી, જય મહાકાળ અને…

Spread the love
ઓપરેશન સિંદૂર એટલે જય દુર્ગા, જય બજરંગબલી, જય મહાકાળ અને...

ઓપરેશન સિંદૂર એ ભારત દ્વારા કરવામાં આવેલી એક જોરદાર અને અભૂતપૂર્વ રણનીતિક કાર્યવાહી છે. આ ઓપરેશનનું નામ, સમય, સ્થળ અને 360 ડિગ્રીનું પ્લાનિંગ ચોંકાવનારૂં હતું. ઓપરેશન સિંદૂર 22 એપ્રિલ, 2025ના રોજ પહેલગામમાં થયેલી ઘટનાના જવાબમાં કરવામાં આવ્યું છે. હવે તેનું વિશ્લેષણ જુદી જુદી રીતે કરાઇ રહ્યું છે. આ એક રીતે ધર્મના નામે કરાયેલા હુમલાનો જવાબ હતો. હવે આ જવાબમાં પણ ધર્મનો રંગ અને તેને લગતા સંકેતો ઉમેરાયા છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પણ કહ્યું કે અમે આ કાર્યવાહીમાં હનુમાનજીના સિદ્ધાંતોનું પાલન કર્યું છે. તેમણે લંકામાં જઇને એવા જ રાક્ષસોને માર્યા જેમણે તેમને મારવાનો પ્રયત્ન કર્યો. આ ઓપરેશનમાં પણ બદલો લેવામાં એ સિદ્ધાંતનું પાલન કર્યું છે.

1. નામનો મહિમા-જય દુર્ગા, જય બજરંગબલી

ઓપરેશન સિંદૂરનું નામ ઘણું જ સૂચક છે. કહેવાય છે કે પહેલાથી જ નક્કી હતું અને તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવ્યું હતું. આ નામમાં ઘણાબધા સંકેતો છે. સિંદૂર પહેલા તો ભારતીય હિંદુ સ્ત્રીનું સૂચક છે. હિંદુ ધર્મમાં સ્ત્રીને શક્તિ ગણવામાં આવી છે. આ ઉપરાંત પહેલગામમાં જે હુમલો થયો તેમાં ધર્મ પૂછીને મારવામાં આવ્યા હતા. સીધો ધર્મ પર હુમલો હતો. એટલે જવાબ પણ એ રીતે જ અપાયો છે. આ ઉપરાંત સિંદુર બજરંગબલીને ચડાવવામાં આવે છે. બજરંગબલી પણ શક્તિના પ્રતીક છે. આ ઉપરાંત સનાતન ધર્મનો રંગ પણ સિંદૂરને મળતો આવે છે. આમ એક સાથે ઘણાબધા સંકેતો આ નામમાં આવી જાય છે. જો આ શબ્દના અર્થ અને ઉત્પત્તિની વાત કરીએ તો સિંદૂર શબ્દનો અર્થ થાય છે લાલ રંગની ચૂર્ણ. આની ઉત્પત્તિ સંસ્કૃત શબ્દ સિંદુરાથી થઇ છે. ધ્યાન આપવાની જરૂર છે કે લોહીનો રંગ પણ લાલ છે.   

02

2. સમય-જય મહાકાળ

મહાકાળ એ સમય છે જ્યારે શિવ તાંડવ કરે છે. શિવનું તે ઉગ્ર સ્વરૂપ છે. આ કાર્યવાહી પણ શિવના સ્વરૂપનો સંકેત છે. શિવની પૂજા રાત્રિએ જ થાય છે. શિવરાત્રિ ઉજવવામાં આવે છે. આ ઓપરેશન 6 અને 7 મેના 2025ના દિવસોએ મધરાતે હાથ ધરવામાં આવ્યું, સંરક્ષણ મંત્રાલયે તેની જાહેરાત ભારતીય સમય મુજબ 7 મે, 2025ના રોજ સવારે 2:19 વાગ્યે) કરી હતી. 

હુમલા અને જવાબ વચ્ચેનો સમયગાળો 14થી 15 દિવસનો છે. આ સમયગાળો દર્શાવે છે કે ભારતે ઉતાવળ કર્યા વિના સમજદારીપૂર્વક આયોજન કર્યું હતું.

ભારતની ગુપ્તચર એજન્સી RAWએ લશ્કર-એ-તોઈબા (LeT) અને જૈશ-એ-મોહમ્મદ (JeM)ના અડ્ડાઓ શોધી કાઢ્યા, જે માટે સમયની જરૂર હતી.

આ ઓપરેશનમાં ભારતીય સેના અને હવાઈ દળે સાથે મળીને રાફેલ ફાઈટર જેટ અને ચોક્કસ હથિયારોનો ઉપયોગ કર્યો, જે માટે વિગતવાર આયોજન જરૂરી હતું. આ સમયગાળો ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે સંપર્ક કરવા અને પોતાની કાર્યવાહીને ન્યાયી ઠેરવવા માટે પણ ઉપયોગ કર્યો.

03

હુમલાઓ 6 મેની રાત્રે અથવા 7 મેની વહેલી સવારે (ભારતીય સમય મુજબ) કરવામાં આવ્યા. આ સમય પસંદ કરવાનું કારણ હતું રાત્રે અથવા વહેલી સવારે હુમલો કરવાથી દુશ્મનને તૈયારીનો સમય ન મળે. આ ઉપરાંત રાત્રે નાગરિકોની હિલચાલ ઓછી હોય છે, જેથી નાગરિકોને નુકસાન ન થાય.

સંરક્ષણ મંત્રાલયે જાહેરાત સવારે 2:19 વાગ્યે કરી, અને સવારે 10:00 વાગ્યે મીડિયા બ્રીફિંગનું આયોજન કર્યું. આ સમય પસંદ કરવાથી ભારતે વૈશ્વિક સ્તરે પોતાનો પક્ષ મજબૂત રીતે મૂકી શક્યું. પાકિસ્તાન પછી ભલેને ફાંફા મારે. 14 દિવસનો ગાળો, રાત્રે કાર્યવાહી અને સમયસર જાહેરાત દર્શાવે છે કે ભારતે આ ઓપરેશન સાવધાનીપૂર્વક અને રણનીતિક રીતે હાથ ધર્યું. આ સમયએ ભારતને ચોકસાઈ અને આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવામાં મદદ કરી.

3. સ્થળો

ઓપરેશન સિંદૂરમાં ભારતે પાકિસ્તાનના કુલ નવ આતંકવાદી સ્થળો પર હુમલો કર્યો. આ સ્થળોમાં મુરિદકે: લશ્કર-એ-તોઈબા (LeT)નું મુખ્ય મથક, જે 26/11ના મુંબઈ હુમલા અને પહાલગામ હુમલા માટે જવાબદાર હતું. બહાવલપુર, ગુલપુર, ભીમબેર, ચક અમરુ, બાગ, કોટલી, સિયાલકોટ, મુઝફ્ફરાબાદ: આ સ્થળોએ LeT અને જૈશ-એ-મોહમ્મદ (JeM)ના અડ્ડા હતા.

આ નવ સ્થળો મુરિદકે (લાહોર નજીક, પાકિસ્તાનના પંજાબમાં)થી લઈને મુઝફ્ફરાબાદ (PoKમાં) સુધી ફેલાયેલા છે, જે દર્શાવે છે કે ભારતે વ્યાપક હુમલાનું આયોજન કર્યું હતું ભારતે પાકિસ્તાનના કોઈપણ સૈન્ય સ્થળોને નિશાન ન બનાવ્યું, જે એક રણનીતિક નિર્ણય હતો જેથી યુદ્ધ ન વધે.

આ સ્થળોની પસંદગી ભારતની ગુપ્તચર માહિતીની મજબૂતી દર્શાવે છે. LeT અને JeMના મુખ્ય અડ્ડાઓ પર હુમલો કરીને ભારતે આતંકવાદના મૂળને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો, જ્યારે સૈન્ય સ્થળો ટાળીને યુદ્ધની શક્યતા ઘટાડી.

04

4. 360 ડિગ્રી પ્લાનિંગ

ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન સૈન્ય, આંતરરાષ્ટ્રીય નીતિ અને દેશની અંદરની પરિસ્થિતિને એકસાથે કેવી રીતે સંભાળી. આ ઓપરેશનમાં ભારતે ઘણા મોરચે ધ્યાન આપવું પડ્યું પરંતુ તેણે પાકિસ્તાન આ મામલે બેધ્યાન જ રહ્યું.

error: Content is protected !!