fbpx

આ દેશે BCCIને આપી ઓફર, અમારા દેશમાં આવીને IPLની બાકીની મેચો કરાવો

Spread the love
આ દેશે BCCIને આપી ઓફર, અમારા દેશમાં આવીને IPLની બાકીની મેચો કરાવો

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ IPL 2025 સીઝનને અધવચ્ચે જ સ્થગિત કરી દીધી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત બગડી રહેલી સ્થિતિ બાદ BCCIએ શુક્રવાર 9 મેના રોજ આ નિર્ણય લીધો. ત્યારબાદથી જ, ચર્ચા થઈ રહી છે કે, શું ટૂર્નામેન્ટ ફરી શરૂ થશે? જો શરૂ થાય પણ છે, તે ક્યારે અને ક્યાં તેનું આયોજન કરવામાં આવશે? આ અંગે સતત વાતો ચાલી રહી છે અને એવા સમયે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ટૂર્નામેન્ટના બાકી બચેલા હિસ્સાના આયોજનને લઈને BCCIનો સંપર્ક કર્યો છે. જો કે હાલમાં તો બંને દેશે સીઝફાયરની જાહેરાત કરી છે તો મેચ રમાશે કે નહીં તે અંગે કોઈ માહિતી સામે નથી આવી પરંતુ આ પહેલા ઈંગ્લેન્ડે ભારતને ઓફર આપી દીધી છે કે તમે અમારા દેશમાં આવીને મેચ કરાવી શકો છો.

IPL1

ભારત અને પાકિસ્તાન વચ્ચે 6-7 મેની રાતથી નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સીમારેખા પર સતત ગતિરોધ ચાલી રહ્યો છે. તેને ધ્યાનમાં રાખતા, ધર્મશાળામાં 8 મેના રોજ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાનારી મેચ અધવચ્ચે જ રદ કરી દેવામાં આવી હતી. તેના એક દિવસ બાદ, શુક્રવાર, 9 મેના રોજ BCCIએ તાત્કાલિક અસરથી ટૂર્નામેન્ટ બંધ કરવાનો નિર્ણય લીધો. BCCIના અધ્યક્ષ રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે, ટૂર્નામેન્ટ હાલમાં માત્ર એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવ્યું છે.

ભારતીય બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્ર સરકારના દિશા-નિર્દેશોના આધાર પર જ ટૂર્નામેન્ટને લઈને આગળનો કોઈ નિર્ણય લેવામાં આવશે. એવા સમયમાં, ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે પોતાના દેશમાં ટૂર્નામેન્ટની બાકીની મેચો આયોજિત કરવાનો પ્રસ્તાવ BCCI સામે રાખ્યો છે. ઈંગ્લેન્ડના મેગેઝિન ‘ધ ક્રિકેટર’ મુજબ, ઇંગ્લિશ ક્રિકેટ બોર્ડે BCCI સામે પ્રસ્તાવ રાખ્યો છે કે IPL 2025ની બાકી બચેલી 16 મેચો તેમના દેશમાં આયોજિત કરી શકાય છે. જોકે, હાલમાં ભારતીય બોર્ડ દ્વારા આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

IPL2

માત્ર ECB જ નહીં, શુક્રવારે જ, ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વૉને પણ આ જ પ્રકારની પોસ્ટ પોસ્ટ કરી હતી અને સૂચન આપ્યું હતું કે IPLના બાકી બચેલા હિસ્સાને ઇંગ્લેન્ડમાં પૂર્ણ કરી શકાય છે. જોકે, આ પહેલી વખત નથી જ્યારે ઈંગ્લિશ બોર્ડે BCCIને આ પ્રકારનો પ્રસ્તાવ આપ્યો છે. વર્ષ 2021માં જ્યારે કોરોનાવાયરસને કારણે IPL સીઝન અધવચ્ચે જ રોકવી પડી હતી, ત્યારે પણ ECBએ BCCIને આ પ્રસ્તાવ આપ્યો હતો કે તે બાકી બચેલી મેચોનું આયોજન પોતાના દેશમાં કરવા તૈયાર છે.

error: Content is protected !!