fbpx

પ્રાંતિજ ત્રણ રસ્તા પાસે રાત્રી ના બ્રીજ ઉપર થી ડમ્પર પલ્ટી ખાઇ ગયુ

Spread the love

પ્રાંતિજ ત્રણ રસ્તા પાસે રાત્રી ના બ્રીજ ઉપર થી ડમ્પર પલ્ટી ખાઇ ગયુ
– રેલવે ઓવરબ્રિજ પરથી ડમ્પર  ૧૫ ફુટનીચે પડ્યું
– ડમ્પર ચાલક ઈજાગ્રસ્ત ને ઇજાઓ પોહચતા ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડાયો
પ્રાંતિજ પોલીસ ને પણ જાણ થતા પોલીસ પણ તાત્કાલીક ધટના સ્થળે દોડી આવી હતી
           


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજમાં મોડી રાત્રે  ત્રણ રસ્તા પાસે રેલવે ઓવરબ્રિજ પરથી ડમ્પર પલ્ટી ખાઇ ૧૫ ફૂટ નીચે ખેતર મા જઇ પડયુ ડમ્પર ચાલક ને ઇજાઓ પોહચા ૧૦૮ મારફતે સારવાર અર્થે ખસેડવામા આવ્યો


  પ્રાંતિજ ત્રણ રસ્તા પાસે  આવેલ બ્રીજ ઉપર રાત્રી ના સમયે બ્રીજ ઉપર થી ડમ્પર પલ્ટી ખાઇ ગયુ હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઈવે ૪૮ ઉપર થી સોમવારે મધરાતે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમ હિંમતનગર તરફ થી ફુલફાસ્ટ અમદાવાદ તરફ જઈ રહેલું એક ખાલી ડમ્પર  ચાલકે સ્ટેરીંગ ઉપર થી કાબુ ગુમાવતા પ્રાંતિજના રેલવે ઓવરબ્રિજ પરથી નીચે પડી ગયું હતું તો અકસ્માત રાત્રે લગભગ ૧૨ વાગ્યે બન્યો હતો તો ડમ્પર ઓવરબ્રિજની બાજુમાંથી લગભગ ૧૫  ફૂટ નીચે આવેલ ખેતર મા જઇ પડ્યું હતું તો ધડાકા ભેર ડમ્પર નીચે પટકાતા આજુબાજુમા આવેલ સોસાયટીઓના રહીશો જાગી જઈ ને અકસ્માત સ્થળે દોડી આવ્યા હતા તો ડમ્પરના ચાલકને શરીરે ઈજાઓ થઈ હતી જયારે અકસ્માત અંગે ની જાણ ૧૦૮ ને થતાં તાત્કાલિક ૧૦૮  એમ્બ્યુલન્સ પણ ધટના સ્થળ ઉપર દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત ચાલકને તાત્કાલિક ૧૦૮ મારફતે પ્રાંતિજ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો તો પ્રાંતિજ પોલીસને અકસ્માતની જાણ થતાં પોલીસ પણ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!