fbpx

17 મેથી ફરી ચાલુ થશે IPL, ક્યારે થશે ફાઇનલ, પહેલી મેચ કોની હશે? જાણો આખી ડિટેલ્સ

Spread the love
17 મેથી ફરી ચાલુ  થશે IPL, ક્યારે થશે ફાઇનલ, પહેલી મેચ કોની હશે? જાણો આખી ડિટેલ્સ

IPL 2025ની શરૂઆત 17 મેથી થઈ રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે IPL સ્થગિત કરી દેવામાં આવી હતી. ફાઇનલ મેચ 3 જૂને રમાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એક પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે ટાટા IPL 2025ને ફરી ચાલુ કરવાનીની જાહેરાત કરતા ખૂશી થઈ રહી છે. પહેલી મેચ KKR અને RCB વચ્ચે રમાશે. સરકાર, સુરક્ષા એજન્સીઓ અને તમામ મુખ્ય હિતાધારકો સાથે વ્યાપક વિચાર-વિમર્શ બાદ, બોર્ડે બાકીની સીઝન સાથે આગળ વધવાનો નિર્ણય લીધો છે. 17 મે 2025થી શરૂ થઈને 3 જૂન 2025ના રોજ ફાઇનલ સાથે 6 સ્થળોએ કુલ 17 મેચ રમાશે. સંશોધિત કાર્યક્રમમાં 2 ડબલ-હેડરનો સમાવેશ થાય છે, જે 2 રવિવારે રમાશે.

IPL2

નવી તારીખોની જાહેરાત:

17 મે, 2025– રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઈડર્સ, બેંગ્લોર (સાંજે 7:30 વાગ્યે IST)

18 મે- રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ, જયપુર (બપોરે 3:30 વાગ્યે)

18 મે- દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સ, દિલ્હી (સાંજે 7:30 વાગ્યે)

19 મે- લખનૌ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ, લખનૌ (સાંજે 7:30 વાગ્યે)

20 મે- ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ, દિલ્હી (સાંજે 7:30 વાગ્યે)

21 મે- મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ, મુંબઈ (સાંજે 7:30 વાગ્યે)

22 મે- ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ લખનૌ સુપર જાયન્ટ્સ, અમદાવાદ (સાંજે 7:30 વાગ્યે)

23 મે- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ – બેંગ્લોર (સાંજે 7:30)

24 મે- પંજાબ કિંગ્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ, જયપુર (સાંજે 7:30 વાગ્યે)

25 મે- ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ ચેન્નઈ સુપર કિંગ્સ, અમદાવાદ (3:30 વાગ્યે IST)

25 મે- સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઇડર્સ, દિલ્હી (સાંજે 7:30 વાગ્યે)

26 મે- પંજાબ કિંગ્સ વિરુદ્ધ મુંબઈ ઇન્ડિયન્સ, જયપુર (સાંજે 7:30 વાગ્યે)

27 મે- લખનૌ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, લખનૌ (સાંજે 7:00 વાગ્યે)

IPL1

તમને જણાવી દઈએ કે, આ બધી મેચ 6 અલગ-અલગ શહેરોમાં રમાશે. તેમાં અમદાવાદ, મુંબઈ, દિલ્હી, લખનૌ, જયપુર અને બેંગ્લોર જેવા શહેરોનો સમાવેશ થાય છે. ડબલ હેડર મેચ બે દિવસ રમાશે. IPL 2025ની 2 મેચ 18 મે અને 25 મેના રોજ રમાશે. એક મેચ બપોરે 3:30 વાગ્યે અને બીજી મેચ સાંજે 7:30 વાગ્યે પોત પોતાના શહેરોમાં રમાશે.

error: Content is protected !!