પ્રાંતિજ સી એસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ માં વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ ની ઉજવણી કરવામાં આવી
– વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે આવેલ કેળવણી મંડળ સંચાલિત શ્રી સી એસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ આઈ ટી આઈ માં વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી




પ્રાંતિજ રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત શ્રી સી એસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ આઈ ટી આઈ માં પ્રાંતિજ ખાતે આવતા હેલ્થ કચેરી પ્રાંતિજ ના સહયોગ અને કેળવણી મંડળ ના ટ્રસ્ટી રઈશભાઈ કસ્બાતી ના માર્ગદર્શન હેઠળ સંસ્થા દ્રારા વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ નિ માહિતી તાલીમાર્થીઓને પૂરી પાડી હતી આ ઉજવણી ના ભાગ રૂપે અવેરનેસ સેશન, ડ્રોઈંગ કોમ્પિટિશન અને યુવા પહેલ ક્વિઝએપ ધ્વારા ક્વિઝ કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થા મા તાલીમ લેતા સમગ્ર તાલીમમાર્થી ભાઈ બહેનો એ ખૂબ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો પ્રાંતિજ તાલુકા હેલ્થ કચેરી ના ડૉક્ટર જ્યોત્સના બેન ઝાલા , આયુષ મેડિકલ ઓફિસર મોઇનભાઈ ,મનીષા બેન, ધર્મિષંઠા બેન, હર નિશા બેન તથા શિલા બેન ખાસ ઉપસ્થિત રહી ને સુંદર માર્ગદર્શન આપ્યું હતું પ્રિન્સીપાલ હેમંત ભાઈ પટેલ તથા સ્ટાફ મિત્રો ધ્વારા કોમ્પિટિશન વિજેતા બનેલ તાલીમાર્થી ઓને સંસ્થા દ્વારા પ્રોત્સાહિત કરવા મા આવ્યા હતા
