fbpx

અંજીર વેજ છે કે નોન વેજ? હવે પરીક્ષામાં પણ પૂછવામાં આવ્યો સવાલ, શું તમે જાણો છો જવાબ?

Spread the love
અંજીર વેજ છે કે નોન વેજ? હવે પરીક્ષામાં પણ પૂછવામાં આવ્યો સવાલ, શું તમે જાણો છો જવાબ?

NEET UGની પરીક્ષા 04 મે, 2025ના રોજ બપોરે 2:00 થી 5:00 વાગ્યા વચ્ચે થઈ હતી. આ વર્ષે 22.70 લાખ ઉમેદવારોએ NEET UGની પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું. NEET UG 2025 સાથે જોડાયેલા અપડેટ્સ NTAની સત્તાવાર વેબસાઇટ, neet.nta.nic.in પર ચેક કરી શકાય છે. NEET UG પરીક્ષામાં 180 સવાલ પૂછવામાં આવ્યા હતા. તેમાંથી એક સવાલ અંજીર સાથે જોડાયેલો છે. થોડા મહિના અગાઉ, સોશિયલ મીડિયા પર એક ફળને લઈને જબરદસ્ત બહેસ છેડાઈ હતી. ઘણા લોકો તેને ફળ માને છે તો ઘણા લોકો તેને મેવો માને છે. જોકે, આ વખતની બહેસ ફળ કે મેવો હોવા પર નહોતી, પરંતુ તેની વેજ કે તે નોનવેજ હોવા પર હતી. મોટી સંખ્યામાં લોકો તેને શાકાહારી જ માને છે, પરંતુ કેટલાક લોકો એવા પણ છે જેમણે તેને માંસાહારી ફૂડ્સના દરજ્જામાં રાખ્યું છે. હવે મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET UG 2025ની પરીક્ષામાં પણ આ જ સવાલ પૂછવામાં આવ્યો છે.

Anjeer

અંજીર શું છે?

જો તમે ડૉક્ટર બનવાનું સપનું જોઈ રહ્યા છો, તો તમને લાઇફસ્ટાઇલ અને ડાઈટ સાથે જોડાયેલા બેઝિક્સની પણ ખબર હોવી જોઈએ. એજ વાતને ધ્યાનમાં રાખતા NEET પેપર સેટ કરનારાઓએ અંજીર સંબંધિત સવાલ પણ પૂછી લીધો. NEET UG 2025ના સવાલ નંબર 122માં, અંજીર સાથે જોડાયેલા 2 સ્ટેટમેન્ટ આપવામાં આવ્યા હતા. પરીક્ષાર્થીઓને તેમાંથી કોઈપણ એક સાચા જવાબ પર ખરાની નિશાની કરવાની હતી. તમે નીચે બંને સ્ટેટમેન્ટ અને ઉત્તરોના વિકલ્પો જોઈને પણ પોતાનું સામાન્ય જ્ઞાન પણ ચેક કરી શકો છો.

સ્ટેટમેન્ટ 1: અંજીર એક માંસાહારી ફળ છે કારણ કે તેમાં અંજીર ભમરી હોય છે.

સ્ટેટમેન્ટ 2: અંજીર ભમરી અને અંજીરના ઝાડમાં મ્યૂચ્યુઅલ રિલેશનશિપ હોય છે કેમ કે અંજીર ભમરી અંજીરના ફળમાં પોતાનું જીવન ચક્ર પૂર્ણ કરે છે અને અંજીરનું ફળ ભમરી દ્વારા પરાગીત થાય છે.

Narendra Shivaji Patel

આ 4માંથી પસંદ કરી શકો છો સાચો વિકલ્પ

તમે ઉપરના આકૃતિને લગતા બંને સ્ટેટમેન્ટ વાંચ્યા છે. હવે તેના આધારે તમારે નક્કી કરવાનું છે કે અંજીર શાકાહારી છે કે માંસાહારી. આ પ્રશ્નનો સાચો જવાબ આપવા માટે ઉમેદવારોને 4 વિકલ્પો આપવામાં આવ્યા હતા. તેમાંથી, તેમણે સાચા જવાબ પર નિશાની કરવાની હતી.

1- સ્ટેટમેન્ટ 1 ખોટું છે પણ સ્ટેટમેન્ટ 2 સાચું છે.

2- સ્ટેટમેન્ટ 1 અને સ્ટેટમેન્ટ 2 બંને સાચા છે.

3- સ્ટેટમેન્ટ 1 અને સ્ટેટમેન્ટ 2, બંને ખોટા છે.

4- સ્ટેટમેન્ટ 1 સાચું છે, પરંતુ સ્ટેટમેન્ટ 2 ખોટું છે.

error: Content is protected !!