fbpx

પ્રાંતિજ સહિત તાલુકા મા અકસ્માતો નો સીલસીલો યથાવત

Spread the love

પ્રાંતિજ સહિત તાલુકા મા અકસ્માતો નો સીલસીલો યથાવત
પ્રાંતિજ ના તલોદ મજરા રોડ ધડકણ પાસે અજાણ્યા વાહન ની ટક્કર થી એક નુ મોત નિપજયુ એક ને ઇજાઓ પોહચી
– રોડ ની સાઈડ મા ચાલતા જઈ રહેલ બે ઈસમો ને ટક્કર મારી
–  પ્રાંતિજ પોલીસે ગુનોનોંધી આગળ તપાસ હાથ ધરી


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના તલોદ-મજરા રોડ ધડકણ પાસે અજાવ્યા વાહન ની ટક્કર થી એક નુ મોત નિપજયુ તો એક ને ઇજાઓ પોહચતા સારવાર અથે ખસેડવામા આવ્યો


   પ્રાંતિજ સહિત તાલુકા મા યમરાજાએ હમરાહમરા ધામા નાખ્યા હોય તેમ છેલ્લા ત્રણ દિવસ થી એક પછી એક ઉપરા છાપરી નાનામોટા પ્રાંતિજ સહિત તાલુકા મા અકસ્માત તો થતા ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે તો ત્રણ થી વધુ લોકોને ઈજાઓ પોહચતા સારવાર અર્થે ખસેડવા મા આવ્યા હતા તો પ્રાંતિજ ના તલોદ મજરા રોડ ધડકણ પાસે કોઇ અજાવ્યા વાહન ચાલક પોતાનુ વાહન ફુલફાસ્ટ હંકારી લાવી રોડની સાઇડ મા ચાલતા જઈ રહેલ ભીખાભાઇ તથા નરેશભાઇ ને પાછળ થી ટક્કર મારી ભીખાભાઇ પ્રવિણભાઇ ડાભી રહે. ભરમીયા, તા. ખેડબ્રહ્મા, જિ.સાબરકાંઠા ને માથાભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોચાડી તા મોત નિપજ્યુ હતુ તો નરેશભાઇ ને શરીરે વત્તાઓછી ઇજાઓ કરી અજાવ્યો વાહન ચાલક ધટના સ્થળે થી ભાગી જઈ ગુનો કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા કિરણભાઇ રામાભાઇ ડાભી રહે.ભરમીયા તા.ખેડબ્રહ્મા  , જિ.સાબરકાંઠા  દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા અજાવ્યા વાહન ચાલક વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે આઇપીસીકલમ ૧૦૬(૧),૧૨૫(૧),૨૮૧ તથા મોટર વ્હીકલ એકટ કલમ ૧૭૭,૧૮૪ ,૧૩૪ બી મુજબ ગુનોનોંધી આગળની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના પીએસઆઇ એન.બી.વાધેલા દ્રારા તપાસ હાથ ધરવામા આવી હતી

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!