fbpx

ખાન સરે ચૂપચાપ કરી લીધા લગ્ન, જણાવ્યું કોણે નાખ્યો દબાવ

Spread the love
ખાન સરે ચૂપચાપ કરી લીધા લગ્ન, જણાવ્યું કોણે નાખ્યો દબાવ

ફેમસ યુટ્યુબર ખાન સરે ચૂપચાપ લગ્ન કરી લીધા છે. તેણે પોતાની જિંદગીની આ નવી ઇનિંગની શરૂઆત ખૂબ જ ગુપ્ત રીતે શરૂ કરી દીધી છે. મીડિયા રિપોર્ટ મુજબ, 2 જૂને પટનામાં તેનું રિસેપ્શન પણ આયોજિત કરવામાં આવશે. ખાન સરે પોતાના લગ્ન બાબતે જાણકારી સાર્વજનિક ન કરવા અને ગુપ્ત રીતે લગ્ન કરવા બાબતે વિદ્યાર્થીઓને માહિતી પણ આપી છે. ખાન સર એક વીડિયોમાં એમ કહેતા જોવા મળી રહ્યા છે કે મારા લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. આ દરમિયાન પાકિસ્તાને ભારત પર હુમલો કરી દીધો. એવામાં મેં વિચાર્યું કે દેશ સૌથી ઉપર છે, એટલે તણાવની સ્થિતિમાં મેં લગ્નમાં કોઈને આમંત્રિત ન કર્યા.

khan-sir1

તેમણે કહ્યું કે, મેં સૌથી પહેલા આ વાત પોતાના વિદ્યાર્થીઓને આ કહેવાનું વિચાર્યું કારણ કે તેમણે જ ખાન સરને બનાવ્યા છે. 6 જૂનના રોજ ખાન સરે બધા વિદ્યાર્થીઓને લગ્નની મિજબાની આપવાનો પણ વાયદો કર્યો છે. તેણે આ બધી વાતો ક્લાસ દરમિયાન કહી છે. તેમની આ વાતો બાદ, વિદ્યાર્થીઓ જોરથી બૂમો પાડવા લાગ્યા કે સર મેડમનો ફોટો બતાવો. ખાન સર સાથે રહેતા લોકોએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. ખાન સરે પોતાના લગ્ન બાબતે વધુ જાણકારી આપતા એમ પણ કહ્યું કે મારા નાના ભાઈ લોકો મારા લગ્ન માટે વધુ ઉત્સુક હતા. મારી માતાને કહીને મારા લગ્ન કરાવી દીધા. ઘરમાં બધા જાણે છે કે હું મારી માતાની વાતને અવગણી શકતો નથી.

લોકોના મોઢા પર હંમેશાં એ સવાલ રહેતો હતો કે ખાન સર ક્યારે લગ્ન કરશે. જેનો જવાબ ખાન સરે પોતાના વર્ગના વિદ્યાર્થીઓને આપી દીધો. વાયરલ વીડિયો દ્વારા આ સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાઈ ગયા છે. લગ્નનું કાર્ડ પણ સામે આવી ચૂક્યું છે. જેમાં તેની દુલ્હનનું નામ એ.એસ. ખાન લખેલું છે.

error: Content is protected !!