

છેલ્લાં કેટલાંક દિવસોથી ભારે ચર્ચામાં આવેલા ACP બી એમ ચૌધરી સામે આખરે સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આ ACP ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જાતિનું ખોટું પ્રમાણપત્ર રજૂ કરીને ગુજરાત પોલીસમાં 32 વર્ષ નોકરી કરનાર બાપુ ચૌધરીને 21 મે 2025ના દિવસે ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયે ડીસમીસ કરી દીધા હતી.
બી એમ ચૌધરી પોતે OBC છે, પરંતુ 1993માં તેમણે STનું બોગસ પ્રમાણપત્ર રજૂ કરીને સીધી PSIની નોકરી મેળવી લીધી હતી અને 32 વર્ષ સુધી આ વાતની કોઇન ખબર નહોતી પડી.
ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયને ફરિયાદ મળી અને એ પછી ACP સામે એક્શન લેવાયા. ચૌધરીને 15 વખત લેખિતમાં પત્રો મોકલીને દસ્તાવેજી પુરાવા માંગવામાં આવ્યા હતા, પરંતુ તેમણે રજૂ કર્યા જ નહીં.