
-copy55.jpg?w=1110&ssl=1)
ઓપરેશન સિંદુર પછી જે રીતે 7મેના દિવસે મોકડ્રીલ કરવામાં આવ્યું હતું, સાયરવ વગાડવામાં આવ્ય હતા અને બ્લેક આઉટ કરાયું હતું એ જ રીતે હવે 22 દિવસ પછી 29 મેના દિવસે ગુજરાતના તમામ જિલ્લામાં રાત્રે 8થી 8-30 બ્લેક આઉટ કરવામાં આવશે, સાયરન વગાડવામાં આવશે.
સુરત જિલ્લા કલેકટર સૌરભ પારઘીએ કહ્યું હતું કે, જે રીતે 7મેના દિવસે 5થી 8 મોકડ્રીલ રાખવામાં આવ્યું હતું તેવી જ રીતે 29મેના દિવસે પણ ઓપરેશન શિલ્ડ મોકડ્રીલ રાખવામાં આવી છે. સુરતમાં રિંગરોડ પર આવેલી ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં મોકડ્રીલ થશે અને લોકોએ 8થી 8-30 બ્લેક આઉટ કરવાનું છે. મતલબ કે ઘરની તમામ લાઇટો બંધ રાખવાની છે. સાયરનનો સમય હજુ નક્કી કરવામાં આવ્યો નથી.