fbpx

પ્રાંતિજ સબજેલ ખાતે સીપીઆર અંગેની તાલીમ આપવામા આવી

Spread the love

પ્રાંતિજ સબજેલ ખાતે સીપીઆર અંગેની તાલીમ આપવામા આવી
– સીપીઆર તાલીમ સાથે મેડીકલ ચેકઅપ તથા માર્ગદર્શન પુરૂ પાડયુ
– પ્રાંતિજ મેડિકલ ઓફિસર સહિત નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો
           


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ સબજેલ ખાતે સીપીઆર અંગેની તાલીમ તથા માર્ગદર્શન સાથે જેલમા રહેલ કેદીઓનુ મેડિકલ તપાસ કરવામા આવી


પ્રાંતિજ નાનીભાગોળ વિસ્તાર મા આવેલ સબજેલ ખાતે ર્ડા.કે.એલ. એન્ડ.રાવ પોલીસ મહાનિદેશક જેલ અને સુધારાત્મક વહીવટી કચેરી અમદાવાદ તથા હિંમતનગર જિલ્લા જેલ અધિક્ષક જે.જે.ચાવડા ના માર્ગદર્શન હેઠળ પ્રાંતિજ સબજેલ ના ઇન્ચાર્જ જેલર વી.આઈ.દેસાઇ ની અધ્યક્ષતામા તારીખ ૩૧|૫|૨૦૨૫ ને શનિવાર ના રોજ સબજેલ ખાતે સીપીઆર તાલીમ નુ આયોજન કરવામા આવ્યુ હતુ તો જેલના કેદીઓને સીપીઆર અંગેની તાલીમ આપવામા આવી હતી તો પ્રાંતિજ અર્બન હેલ્થ સેન્ટર ના મેડીકલ ઓફિસર ર્ડા.નિમેશ ચૌધરી તથા મેડિકલ સ્ટાફ દ્રારા કેદીઓની તપાસ કરી જરૂરી માર્ગદર્શન તથા સીપીઆર અંગેની તાલીમ આપવામા આવી હતી તો આ પ્રસંગે મેડિકલ સ્ટાફ તથા કર્મચારી સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!