-copy59.jpg?w=1110&ssl=1)
અમરેલીમાં એક પોલીસ કોન્સ્ટેબલે 14 વર્ષની સગીરાની આબરૂ લૂંટી લીધી હોવાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. ફરિયાદ થતાની સાથે પોલીસ કોન્સ્ટેબલ ફરાર થઇ ગયો છે.
અમરેલીમાં બાબરા પોલીસ સ્ટેશનમાં એક 14 વર્ષની દીકરીએ ફરિયાદ કરતા પોલીસે પોક્સો સહિતની કલમો લગાવીને પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંહ ચૌહાણની સામે ગુનો દાખલ કર્યો છે. ગુનો દાખલ થવાની ખબર પડતા રવિરાજસિંહ ચૌહાણ ભાગી છુટ્યો છે. પોલીસ તેને શોધી રહી છે.
સગીરાઓ કરેલી પોલીસ ફરિયાદમાં કહ્યુ હતું કે, છેલ્લાં 4 મહિનાથી આ પોલીસ કોન્સ્ટેબલ તેણીને ધમકી આપીને આબરૂ લૂંટતો હતો. આખરે સગીરાએ પોતાની માતાને આખી વાત કરતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. પોલીસ પ્રજાની રક્ષા માટે છે જો આવી વિકૃતિ પોલીસ જ દાખવશે તો લોકો ભરોસો કેવી રીતે કરશે?