અકસ્માતમા તલોદ ના મુધાસણા ના ઇસમ નુ મોત
પ્રાંતિજ ના તાજપુર સીમમા ટ્રેક્ટર ચાલકે બાઇક ને ટક્કર મારતા એક નુ મોત એકને ઇજાઓ પોહચી
– પુત્ર દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા ટ્રેક્ટર ચાલક વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરી
– પ્રાંતિજ પોલીસે ટ્રેક્ટર ચાલક વિરૂધ્ધ ગુનોનોંધી આગળ ની તપાસ હાથ ધરી હતી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના તાજપુર ગામની સીમામા ટ્રેક્ટર ચાલકે બાઇક ને ટક્કર મારતા બાઇક ઉપર જઇ રહેલ એક ને ઇજાઓ પહોચી તો એક ને જીવલેણ ઇજાઓ પોહચતા ધટના સ્થળેજ કર્મકમાટી ભર્યુ મોત નિપજયુ હતુ

પ્રાંતિજ ના તાજપુર ખાતે રહેતા અજયસિંહ ગાભુસિંહ મકવાણા પોતાના કબજા નુ ટ્રેક્ટર નં-જી.જે ૦૯ બીડી ૯૦૬૬ બેદરકારી અને ગફલત ભરી રીતે ચલાવી લાવી સામેથી આવતી બાઇક નંબર- જી.જે ૧૮ ડીપી ૯૬૯૮ ને ટક્કર મારી મીઠુસિંહ ચંદુસિંહ રાઠોડ ને માથાના ભાગે ઇજાઓ પોહચા ડી તેમજ જમણા પગે ફેકચર કરી જયંતિ સિંહ રતેસિંહ રાઠોડ ને માથા તથા મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પોહચતા તેવોનુ ધટના સ્થળેજ કર્મકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ તો પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા મૃતક જ્યંતિ સિંહ રાઠોડ ના પુત્ર જીતુસિંહ જ્યંતિ સિંહ રાઠોડ રહે.મુધાસણા (ચોરાવાસ) તા.તલોદ જી.સાબરકાંઠા દ્રારા ટ્રેક્ટર ચાલક અજયસિંહ ગાભુસિંહ મકવાણા રહે.તાજપુર તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે આઇપીસીકલમ ૨૮૧,૧૦૬(૧) ૧૨૫ તથા મોટર વ્હીકલ એકટ ની કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુનોનોધી આગળની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના હેડ કોન્સ્ટેબલ અમૃતભાઈ ભગાભાઇ દ્રારા તપાસ હાથ ધરવામા આવી છે