

સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત કેરળમાં 1 જૂનથી થતી હોય છે, પરંતુ આ વખતે કેરળમાં ચોમાસું એક સપ્તાહ વહેલું આવી ગયું એટલે એવું માનવામાં આવતું હતું કે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવશે. જો કે IMDના એ કે દાસે કહ્યું કે, દક્ષિણ ભારતમાં સર્જાયેલી સીસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદનું આગમન 15 જૂન પહેલા થવાનું હતું, પરંતુ એની ગતિ દક્ષિણ ભારતમાં ધીમી પડી ગઇ છે. મહારાષ્ટ્રની આસપાસ જે સાઇક્લોનિક સર્ક્યુલેશન સીસ્ટમ સક્રીય હતી તે ધીમી પડી જવાથી વરસાદની ગતિ દક્ષિણ તરફ ધીમી થઇ ગઇ છે.
ગુજરાતમાં 15 જૂન પહેલા હળવો વરસાદ પડશે, પરંતુ 22 જૂને ધોધમાર અને 23-24 અને 27-28 જૂને ગાજવીજ સાથે વરસાદ પડશે. જૂન મહિનાની 1થી 5, 13થી 21 અને 25 અને 26 જૂને હળવો વરસાદ પડશે.