

કેન્દ્ર સરકારની એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના એક ઉચ્ચ અધિકારીની 20 લાખ રૂપિયાની લાંચ લેવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ CBIએ કરી છે અને તેને શુક્રવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
ઓડિશામાં EDના ડેપ્યુટી ડિરેક્ટર ચિંતન રઘુવંશીને CBIએ 20 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા હતા. પત્થર માઇનીંગ સાથે સંકળાયેલા રતિકાંત રાઉત સામે કેસ થયો હતો. આ કેસમાં પતાવટ માટે ચિંતન રઘુવંશીએ પહેલા 5 કરોડ રૂપિયાની માંગણી કરેલી હતી, પરંતુ આખરે 2 કરોડ રૂપિયા આપવાનું નક્કી થયું હતું. એ 2 કરોડની રકમ માટેનો પહેલો હપ્તો 20 લાખ રૂપિયા લેવા જતા રઘુવંશી પકડાઇ ગયો હતો. કોર્ટમાં હવે ફરી 4 જૂને સુનાવણી થશે અને હજુ તપાસ ચાલું છે.