fbpx

PGVCLને તમારા બાપની પેઢી સમજો છો? રાજકોટ ભાજપના જયમીન ઠાકરે અધિકારીનો ઉધડો લીધો

Spread the love
PGVCLને તમારા બાપની પેઢી સમજો છો? રાજકોટ ભાજપના જયમીન ઠાકરે અધિકારીનો ઉધડો લીધો

રાજકોટમાં વોર્ડ નં 2માં છેલ્લા 4 દિવસથી દરરોજ રાત્રે વીજળી ગૂલ થતી હતી અને 3થી 4 કલાક સુધી લોકોએ પરેશાની અનુભવવી પડતી હતી. હાલાકી ભોગલી રહેલા લોકોએ ભાજપના કોર્પોરેટર અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરને રજૂઆત કરી હતી. ઠાકરે રાત્રે એક વાગ્યે PGVCLની કચેરીએ જનતા રેડ કરી હતી અને અધિકારીઓનો જબરદસ્ત ઉધડો લીધો હતો.

જયમીન ઠાકરે હાજર અધિકારીઓને કહ્યુ કે,PGVCLને તમારા બાપની પેઢી સમજો છો? શા માટે 25,000 લોકોને રાત્રે જ પરેશાન કરવામાં આવી રહ્યા છે. હું તમારા ઘરે આવીને કનેકશન કાપી જઇશે, મારી સામે FIR કરવી હોય તો કરી દેજો. અધિકારીઓએ લેખિતમાં ખાત્રી આપી હતી કે હવે પાવર નહીં જાય એટલે મામલો શાંત પડ્યો હતો.

error: Content is protected !!