fbpx

નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં ફીમાં 2.76 લાખ રૂપિયાનો વધારો, 25.76 લાખ કરાઈ

Spread the love
નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં ફીમાં 2.76 લાખ રૂપિયાનો વધારો, 25.76 લાખ કરાઈ

ફી રેગ્લુલેટરી કમિટી (FRC)એ ગુજરાતની મેડિકલ કોલેજોમાં બે વર્ષ માટે તોતિંગ ફી વધારાને મંજૂરી આપી દીધી છે, એમાં પણ અમદાવાદની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજની ફી તો અધધધ વધારી દેવામાં આવી છે. નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં મેનેજમેન્ટ ક્વોટાની ફી જે 23 લાખ હતી તે હવે વધારીને 25.76 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે, મતલબ કે સીધો 2.76 લાખ રૂપિયાનો વધારો. એમાં પણ વર્ષ 2026-27માં તો ફી વધીને 28.85 લાખ રૂપિયા થઇ જવાની છે.

મતલબ કે 2 વર્ષમાં સીધો 5.85 લાખ રૂપિયાનો વધારો થશે. આવામાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના સંતાનોએ તો મેડિકલ ફિલ્ડમાં જવાનું સપનું જોવાનું જ છોડી દેવું પડશે એવું લાગી રહ્યું છે. આટલા લાખો રૂપિયા નાનો પરિવાર કયાંથી લાવશે?

error: Content is protected !!