
પ્રાંતિજ સબજેલ ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો
– જેલમા બંધ બંદીવાનોને ચેક કરવામા આવ્યા હતા
– સી.એચ.સી હોસ્પિટલ ના સહયોગ થી ચેકઅપ કેમ્પ યોજાયો
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે આવેલ સબજેલ ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો જેમા જેલમા બંધ બંદીવાનોએ લાભ લીધો હતો





પ્રાંતિજ નાનીભાગોળ વિસ્તાર મા આવેલ પ્રાંતિજ તાલુકાની સબજેલ ખાતે તારીખ ૯|૬|૨૦૨૫ ને સોમવાર ના રોજ પોલીસ મહાનિદેશક જેલ અને સુધારાત્મક વહીવટ ના ર્ડા.કે.એલ. એન. રાવ ની સુચના તેમજ જિલ્લા જેલ હિંમતનગર ના અધિક્ષક ના માર્ગદર્શન હેઠળ પ્રાંતિજ સબજેલ મા રહેલ બંધ બંદીવાનોને પ્રાંતિજ સી.એચ.સી હોસ્પિટલ ના સહયોગ થી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેમા મુનિરાબેન વોરા તેમજ તેમની ટીમ દ્રારા જેલમા રહેલ બંદીવાનોની મેડિકલ ચેકઅપ કરવામા આવ્યુ હતુ તો પ્રાંતિજ જેલના ઇન્ચાર્જ જેલર વી.આઇ.દેસાઇ દ્રારા સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ