પ્રાંતિજ તાલુકા ની ગ્રામ પંચાયત સરપંચ માટે ૧૮૦ ફોમ ભર્યા
– સામાન્ય ચુંટણી સરપંચ માટે ૩૯ પંચાયત માટે ૧૬૯ તથા પેટા ચુંટણી સરપંચ ૧૫ પંચાયત ૧૧ ફોર્મ ભરાયા
– વોર્ડ માટે સભ્યો ના કુલ ૪૬૮ ફોર્મ ભરાયા
– સામાન્ય ચુંટણી સભ્યા માટે ૩૯ માંથી ૪૬૪ તથા પેટા ચુટણી મા સભ્ય માટે ૧૫ માંથી ૪ ફોર્મ ભરાયા

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકાની ૩૯સામાન્ય ગ્રામ પંચાયત સરપંચ ની ચુંટણી ને લઈ ને ૧૬૯ ફોર્મ ભરાયા તો ૧૫ પેટા ગ્રામ પંચાયત ની સરપંચ ચુટણી માટે ૧૧ ફોર્મ ભરાયા
પ્રાંતિજ તાલુકામા ૩૯ સામાન્ય ગ્રામ પંચાયત તથા ૧૫ પેટા ગ્રામ પંચાયત ની ચુંટણી ને લઈ ને આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે સામાન્ય ગામ પંચાયત ની ચુંટણી મા ૩૯ ગ્રામ પંચાયત માટે ૧૬૯ સરપંચ માટે ઉમેદવારી ફોર્મ ભરાયા હતા તો સભ્ય માટે ૪૬૪ ઉમેદવારી ફોર્મ ભરાયા છે તો ૧૫ પેટા ગામ પંચાયત ની સરપંચ ની ચુંટણી માટે ૧૧ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા અને સભ્ય માટે ૪ ફોર્મ ભરાયા છે તો કુલ ૫૪ ગામ પંચાયત માટે ૧૮૦ સરપંચ માટે ફોમ ભરાયા છે અને ૫૪ ગ્રામ પંચાયત ના સભ્યો માટે કુલ -૪૬૮ ઉમેદવારી ફોર્મ ભરાયા