

ટ્રમ્પના વહીવટી તંત્રએ અમેરિકાના વીઝા માટે સોશિયલ મીડિયા પોસ્ટની સંપૂર્ણ તપાસ પછી જ વીઝા આપવાના નિર્ણય પછી ભારતીય વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાઇ ગયા છે.ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં ભણવાના તેમના સપના પુરા કરવા માટે તેમની સોશિયલ મીડિયા પોસ્ટ અથવા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટસને જ ડિલીટ મારી રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે, આનાથી વિદ્યાર્થીની ચિંતા વધશે.
નિષ્ણાતોનું કહેવું છે કે, તેમે પોસ્ટ અથવા એકાઉન્ટસ ડિલીટ કરશો તો તમે શંકાના ઘેરોમાં આવશો અને US વીઝા અધિકારીઓ સોશિયલ મીડિયો પોસ્ટ ચેક કરવા માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ (AI)નો ઉપયોગ કરી રહ્યા છે, જેથી વિદ્યાર્થી તરત જ પકડાઇ જશે.. વિદ્યાર્થીઓને ડર છે કે, તેમની રાજકીય વિચારધારા કે જોકનો ખોટો અર્થઘટન વીઝા અધિકારી કાઢી શકે છે. 5 વર્ષના સોશિયલ મીડિયાની ડિટેલ માંગવામાં આવે છે.