

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026)ની 19મી સીઝનમાં સંજૂ સેમસન રાજસ્થાન રોયલ્સ (RR) માટે નહીં રમે, ત્યારબાદ સમાચાર આવ્યા કે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) તેને પોતાની ટીમમાં સામેલ કરવા માગે છે અને વાતચીત ચાલી રહી છે. હવે સમાચાર આવ્યા છે કે રાજસ્થાન પોતાના કેપ્ટનના બદલામાં ઋતુરાજ ગાયકવાડ અથવા રવિન્દ્ર જાડેજાને લેવા માગે છે.
સંજૂ સેમસનના ટ્રેડના સમાચાર હજુ પણ ચર્ચામાં છે. ક્રિકબઝના રિપોર્ટ મુજબ, સંજૂ સેમસન પોતે રાજસ્થાન રોયલ્સ છોડવા માગે છે. જોકે તેના ઘણા કારણો છે, પરંતુ મુખ્ય કારણ ગયા વર્ષે જોસ બટલરને રિટેન ન કરવાનું માનવામાં આવે છે. સેમસને ગત સીઝનમાં કહ્યું હતું કે બટલરને જવા દેવો મારા માટે સૌથી પડકારજનક નિર્ણયોમાંથી એક હતો. સંજૂની રાજસ્થાન રોયલ્સ ટીમ છોડવાની માગ બાદ, ફ્રેન્ચાઇઝીએ ટ્રેડ માટે ઘણી ટીમોનો સંપર્ક કર્યો છે. સમાચાર અનુસાર, રાજસ્થાન ડીલની નજીક છે, તેઓ સેમસનના બદલામાં કોને લેશે? એટલે કેટલાક ખેલાડીઓના સૂચનો પણ આપવામાં આવ્યા છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે રાજસ્થાન રોયલ્સની ટ્રેડ સમાચાર વર્તમાનમાં ચર્ચામાં છે. રિપોર્ટ્સ મુજબ, રાજસ્થાન ટીમે પોતાના કેપ્ટનના બદલામાં CSK પાસેથી રવિન્દ્ર જાડેજા અથવા ઋતુરાજ ગાયકવાડની માગણી કરી છે. જાડેજાએ પણ CSKની કેપ્ટન્સી કરી છે અને ઋતુરાજ ગાયકવાડ હાલમાં CSKનો કેપ્ટન છે. જોકે, ચેન્નાઈ સુપર કિંગ્સ ટ્રેડ દ્વારા આ બંનેમાંથી કોઈને છોડવા તૈયાર નથી.
ઓલરાઉન્ડર ખેલાડી શિવમ દુબેનું નામ પણ સામે આવ્યું હતું, પરંતુ ચેન્નાઈ તેને પણ છોડવા માગતી નથી. અત્યારે તો સંજૂ સેમસન માટે ચેન્નાઈમાં જવાનું મુશ્કેલ લાગી રહ્યું છે, હવે રાજસ્થાન પણ પોતાના કેપ્ટનના બદલામાં કોઈ નાના ખેલાડીને તો લેશે નહીં. તમને જણાવી દઈએ કે, ડિસેમ્બરમાં IPL 2026 માટે મીની ઓક્શન થશે, જોકે હરાજીમાં સંજૂ સેમસનનું નામ આવવું મુશ્કેલ છે.

મુશ્કેલ એટલે કારણ કે જો ચેન્નાઈ સુપર કિંગ્સ સાથેની ડીલ ફાઇનલ ન થાય, તો સંજૂ સેમસન ટ્રેડ દ્વારા કોઈ અન્ય ટીમમાં જઈ શકે છે. એવી પણ શક્યતા પણ છે કે સંજૂ મતભેદ ભૂલીને રાજસ્થાનમાં જ રહેશે. હાલની પરિસ્થિતિ જોતા એવું મુશ્કેલ લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ખેલાડી ફ્રેન્ચાઇઝી છોડવાનો અનુરોધ કરી શકે છે, અંતિમ નિર્ણય ફ્રેન્ચાઇઝીનો જ રહેશે.