fbpx

બધા દેશોએ ટેસ્ટ ક્રિકેટ રમવાની જરૂર નથી, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના CEOએ આપ્યું અજીબોગરીબ નિવેદન

Spread the love
બધા દેશોએ ટેસ્ટ ક્રિકેટ રમવાની જરૂર નથી, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના CEOએ આપ્યું અજીબોગરીબ નિવેદન

વિશ્વ ક્રિકેટમાં વર્તમાન સમયમાં નજર કરીએ તો, એક ફોર્મેટના ભવિષ્યની ચર્ચા ઘણી વખત થાય છે અને તે છે ટેસ્ટ ક્રિકેટ. ટેસ્ટ ક્રિકેટને બચાવવા માટે ICC દ્વારા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પણ શરૂ કરવામાં આવી છે, જેની અત્યાર સુધી કુલ 3 સીઝન રમાઈ ચૂકી છે. તો, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના વર્તમાન CEO ટોડ ગ્રીનબર્ગ તરફથી ટેસ્ટ ક્રિકેટના ભવિષ્યને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે બધા દેશોને આ ફોર્મેટ ન રમવાની સલાહ આપી છે.

todd greenberg

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના CEO ટોડ ગ્રીનબર્ગે આપેલા પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, ‘મને નથી લાગતું કે ટેસ્ટ રમનારા દેશોની કોઈ નિશ્ચિત સંખ્યા છે, પરંતુ મને લાગે છે કે ભવિષ્યમાં ટેસ્ટ ક્રિકેટનો અભાવ નુકસાનકારક નહીં, પરંતુ આપણા માટે ફાયદાકારક રહેશે. મારો કહેવાનો મતલબ એ છે કે મને નથી લાગતું કે વિશ્વ ક્રિકેટમાં દરેક દેશે ટેસ્ટ ક્રિકેટ રમવાની ઇચ્છા રાખવાની જરૂરિયાત છે. તેનાથી કોઈ સમસ્યા નથી. ઘણા લોકો, જે ટેસ્ટ ક્રિકેટ પસંદ કરે છે, તેમને કદાચ મારું નિવેદન પસંદ નહીં આવે, પરંતુ કેટલાક દેશો જે આર્થિક રીતે નબળા છે અને તેમને ટેસ્ટ ક્રિકેટ રમવા માટે જો આપણે મજબૂર કરીશું, તો ખરેખર આ દેશોને નાદાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હોઈશું.

todd greenberg

વર્ષ 2025ના અંતમાં ઓસ્ટ્રેલિયામાં એશેઝ સીરિઝ રમાશે, જેની ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સિવાય વિશ્વ ક્રિકેટના મોટાભાગના ફેંસ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ટેસ્ટ ક્રિકેટના ભવિષ્યને લઈને ટોડ ગ્રીનબર્ગનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એક તરફ ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચેની રોમાંચક ટેસ્ટ સીરિઝનો અંત થયો છે, તો બીજી તરફ ઓસ્ટ્રેલિયન ટીમે વેસ્ટ ઇન્ડીઝની ટીમને ટેસ્ટ સીરિઝમાં એકતરફી હરાવી છે, જ્યારે ન્યૂઝીલેન્ડે પણ ઝિમ્બાબ્વે સામે સીરિઝ સરળતાથી જીતી લીધી છે.

error: Content is protected !!