fbpx

પુતિન ટ્રમ્પ જ્યાં મળ્યા એ અલાસ્કાનો ઇતિહાસ શું છે? રશિયાએ કેમ 7.2 મિલિયન ડોલરમાં વેચી દીધેલું

Spread the love
પુતિન ટ્રમ્પ જ્યાં મળ્યા એ અલાસ્કાનો ઇતિહાસ શું છે? રશિયાએ કેમ 7.2 મિલિયન ડોલરમાં વેચી દીધેલું

અલાસ્કા, ઉત્તર અમેરિકાનું સૌથી વિશાળ અને દૂરનું રાજ્ય એક એવી ભૂમિ છે જેનો ઇતિહાસ અને આર્થિક રાજકીય યોગદાન અનન્ય છે. અલાસ્કાનો ઇતિહાસ હજારો વર્ષો જૂનો છે જે મૂળ અલાસ્કન વતનીઓ (ઇન્યુઇટ, આલેઉટ, ટ્લિંગિટ)ના આગમનથી શરૂ થાય છે. આ જાતિઓએ આ પ્રદેશમાં માછીમારી, શિકાર અને પરંપરાગત જીવનશૈલી દ્વારા સંસ્કૃતિ વિકસાવી. 18મી સદીમાં યુરોપીય સંશોધકોના આગમનથી અલાસ્કાનો ઇતિહાસ નવું વળાંક લીધું.

04

રશિયન શાસન (1741-1867): 

1741માં રશિયન સંશોધક વિટસ બેરિંગે અલાસ્કાની શોધ કરી અને રશિયાએ આ પ્રદેશ પર દાવો કર્યો. રશિયનો માટે અલાસ્કા આર્થિક રીતે મહત્વનું હતું કારણ કે તેના દરિયાકાંઠે સમુદ્રી ઊદબિલાવની ફરનો વેપાર લાભદાયી હતો પરંતુ રશિયા માટે આ દૂરના પ્રદેશનું સંચાલન ખર્ચાળ અને પડકારજનક હતું. રાજકીય રીતે અલાસ્કા રશિયા માટે ભૌગોલિક વિસ્તરણનું પ્રતીક હતું પરંતુ ક્રીમિયન યુદ્ધ (1853-56) પછી રશિયાની આર્થિક મુશ્કેલીઓને કારણે તેઓએ અલાસ્કાને વેચવાનું નક્કી કર્યું. 1867માં અમેરિકાએ અલાસ્કાને 72 લાખ ડોલરમાં ( ભારતીય ચલણ મુજબ અંદાજે 65 કરોડ માં ) ખરીદ્યું જેને “સેવર્ડ’સ ફોલી” તરીકે ઓળખવામાં આવ્યું કારણ કે ઘણા અમેરિકનો આ ખરીદીને નકામી માનતા હતા.

03

અમેરિકન શાસન (1867-આજે): 

અલાસ્કાની ખરીદીએ અમેરિકાને ઉત્તરપશ્ચિમમાં વ્યૂહાત્મક સ્થાન આપ્યું. 1890ના દાયકામાં ક્લોન્ડાઇક ગોલ્ડ રશે અલાસ્કાને આર્થિક રીતે બદલી નાખ્યું. સોનાની શોધે હજારો લોકોને આકર્ષ્યા અને ખાણ ઉદ્યોગ ખીલ્યો. 20મી સદીમાં અલાસ્કાનું આર્થિક મહત્વ વધ્યું જ્યારે તેલ અને કુદરતી ગેસના ભંડારો મળી આવ્યા. 1968માં પ્રૂડહો બે ખાતે તેલની શોધ એ અલાસ્કાની અર્થવ્યવસ્થાનો આધાર બની. ટ્રાન્સ-અલાસ્કા પાઇપલાઇન (1977)એ તેલનું ઉત્પાદન અને નિકાસ વધારી જેનાથી અમેરિકાને ઊર્જા સ્વતંત્રતા મળી. આજે અલાસ્કા અમેરિકાના તેલ ઉત્પાદનનો નોંધપાત્ર હિસ્સો પૂરો પાડે છે. માછીમારી, લાકડું અને પર્યટન પણ અલાસ્કાની અર્થવ્યવસ્થાને ટેકો આપે છે.

રાજકીય રીતે અલાસ્કા અમેરિકા માટે ભૌગોલિક અને સૈન્ય દૃષ્ટિએ મહત્વનું છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અલાસ્કામાં સૈન્ય થાણાંઓ સ્થાપવામાં આવ્યા અને આજે તે આર્કટિક ક્ષેત્રમાં અમેરિકાની હાજરીનું પ્રતીક છે. 1959માં અલાસ્કા અમેરિકાનું 49મું રાજ્ય બન્યું જેનાથી તેનું રાજકીય મહત્વ વધ્યું. અલાસ્કાની આર્કટિક સરહદ રશિયા સાથે નજીક હોવાથી તે ભૌગોલિક રીતે વ્યૂહાત્મક બન્યું છે ખાસ કરીને આર્કટિક સંસાધનો અને આબોહવા પરિવર્તનના મુદ્દે.

02

અલાસ્કાએ રશિયાને ફર વેપાર દ્વારા આર્થિક લાભ આપ્યો પરંતુ તેનું સંચાલન ખર્ચાળ હોવાથી તેનું રાજકીય મહત્વ મર્યાદિત રહ્યું. અમેરિકા માટે અલાસ્કા સોનું, તેલ અને વ્યૂહાત્મક સ્થાનનો ખજાનો બન્યું જે આજે પણ તેની અર્થવ્યવસ્થા અને રાજકીય હાજરીને મજબૂત બનાવે છે.

error: Content is protected !!