fbpx

મેઘાલયમાં ગુમ થયેલા દંપતી કેસમાં પત્ની સોનમ જ આરોપી નીકળી, પતિને જ પતાવી દીધો

Spread the love
મેઘાલયમાં ગુમ થયેલા દંપતી કેસમાં પત્ની સોનમ જ આરોપી નીકળી, પતિને જ પતાવી દીધો

ઇન્દોરના રાજા રઘુવંશી હત્યા કેસમાં મેઘાલય પોલીસને મોટી સફળતા મળી છે. મધ્યપ્રદેશના 3 હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી છે. સોનમ UPના ગાઝીપુરમાં આત્મસમર્પણ કરી ચૂકી છે. પોલીસ બીજા હુમલાખોરને પકડવા માટે ઝુંબેશ ચલાવી રહી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સોનમ માત્ર 2 કલાક પહેલા જ મળી આવી હતી. હાલમાં ગાઝીપુર પોલીસે ઇન્દોર પોલીસને જાણ કરી છે. ત્યારપછી મહિલાને પકડી લેવામાં આવી છે અને ઇન્દોર પોલીસ ગાઝીપુર પહોંચી રહી છે. સોનમે પોતે પોતાના ઘરે ફોન કરીને સમગ્ર કેસની માહિતી મેળવી હતી.

Sonam

મેઘાલયના CM કોનરાડ K સંગમાએ પણ આ કેસ અંગે ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું છે કે ઇન્દોરના રાજા હત્યા કેસમાં મેઘાલય પોલીસને મોટી સફળતા મળી છે. મધ્યપ્રદેશના 3 હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી છે, મહિલાએ આત્મસમર્પણ કર્યું છે અને બીજા હુમલાખોરને પકડવાની કાર્યવાહી હજુ ચાલુ છે..

આ દરમિયાન, મેઘાલયના DGP I નોંગરાંગે પણ આ કેસમાં નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ઇન્દોરના પુરુષની હત્યાના સંબંધમાં પત્ની સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. સોનમને કોઈ ઈજા થઈ નથી. તે સંપૂર્ણપણે સ્વસ્થ છે. હાલમાં, પોલીસે તેને UPના ગાઝીપુરમાં વન સ્ટોપ સેન્ટરમાં રાખી છે.

અહીં તમને જણાવી દઈએ કે, શનિવારે, એક પર્યટન ગાઈડે દાવો કર્યો હતો કે, મેઘાલયના સોહરા વિસ્તારમાંથી ગુમ થયેલા ઇન્દોરના હનીમૂન કપલ રાજા રઘુવંશી અને તેમની પત્ની સોનમ સાથે ત્રણ પુરુષો પણ હતા. એક અધિકારીએ પુષ્ટિ આપી હતી કે ગાઈડે પોલીસને આ માહિતી આપી હતી.

Sonam

23 મેના રોજ આ દંપતી ગુમ થયું હતું, જ્યારે 2 જૂનના રોજ રાજાનો મૃતદેહ એક કોતરમાંથી મળી આવ્યો હતો, જ્યારે તેમની પત્નીની શોધ ચાલુ હતી. માવલખિયાતના માર્ગદર્શક આલ્બર્ટ PDએ જણાવ્યું હતું કે, તેમણે 23 મેના રોજ સવારે 10 વાગ્યાની આસપાસ નોંગરિયાતથી માવલખિયાત સુધી 3000થી વધુ પગથિયાં ચઢતા ત્રણ પુરુષ પ્રવાસીઓ સાથે આ દંપતીને જોયું હતું.

તેમણે કહ્યું કે તેમણે દંપતીને ઓળખી કાઢ્યું, કારણ કે તેઓએ તેમને નોંગરિયાત લઈ જવા માટે તેમની સેવાઓ આપવાની ઓફર કરી હતી, પરંતુ તેમણે નમ્રતાપૂર્વક ઇનકાર કર્યો હતો અને બીજા ગાઇડને રાખ્યા હતા. ચાર પુરુષો આગળ ચાલી રહ્યા હતા, જ્યારે મહિલા પાછળ હતી. ચારેય માણસો હિન્દીમાં વાત કરી રહ્યા હતા પણ મને સમજાયું નહીં કે તેઓ શું કહી રહ્યા છે, કારણ કે હું ફક્ત ખાસી અને અંગ્રેજી ભાષા જ જાણું છું.

error: Content is protected !!