

એર ઇન્ડિયાનું વિમાન 171 12 જૂનને ગુરુવારે બી જે મેડીકલ કોલેજની હોસ્ટેલ સાથે ટકરાયું 241 પેસેન્જર સહિત અનેક લોકોના મોત થયા. લોકોના મનમાં સવાલ છે કે, પ્લેનમાં જે મુસાફરો હતા તેમની વસ્તુઓનું શું થયું? કારણકે કોઇ વ્યક્તિ લંડન જઇ રહ્યું હોય તો સાથે ઘરેણા, કેશ, ડોલર અને અનેક વસ્તુઓ સાથે લઇને ગયા હશે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તાજેતરમાં કહ્યું હતું કે, મુસાફરોના દરેક સામાન, રોકડ જે કઇં હશે તેને કાળજીપૂર્વક ભેગું કરવામાં આવી રહ્યું છે અને દસ્તાવેજીકરણ થઇ રહ્યું છે. એ પછી સંબંધિત પરિવારોને એ વસ્તુઓ સોંપી દેવામાં આવશે.
કાર્યકરો કાટમાળ વચ્ચે મુસાફરોની વસ્તુઓને શોધી રહ્યા છે અને અત્યાર સુધીમાં 70 તોલા સોનું, 80,000 રૂપિયા રોકડા મળી આવ્યા છે.