

રાજનીતિમાં ગર્જના કરનારા ધારાસભ્ય કંચન તનવે હવે શિક્ષણના મેદાનમાં પણ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. 14 જૂનના રોજ જ્યારે આખું શહેર તેમનો જન્મદિવસ મનાવી રહ્યું હતું, ત્યારે ધારાસભ્ય મેડમે દિવસની શરૂઆતમાં 2 કલાકનો અભ્યાસથી કર્યો અને પછી તેમની પુત્રીએ દહીં અને શાકર ખવડાવ્યું અને પછી BSWમાં છેલ્લા વર્ષની પરીક્ષા માટે રવાના થઈ ગયા. ધારાસભ્ય કંચન તનવેએ કહ્યું કે, ‘શિક્ષણ સિંહણનું દૂધ છે, જે કોઈ તેને પીશે એજ ગર્જના કરશે.’ રાજનીતિમાં આવ્યા બાદ, તેમણે આ વાતને પોતાની જિંદગીનો મંત્ર બનાવી લીધી છે. એટલે જ હવે તેઓ રાજનીતિ સાથે-સાથે શિક્ષણમાં પણ સતત આગળ વધી રહ્યા છે.

પરીક્ષા અગાઉ, પુત્રી નિકિતાએ શુભેકામના સ્વરૂપ દહીં-શાકર ખવડાવ્યા. ધારાસભ્યએ મંદિરમાં પૂજા-અર્ચના કરીને પરીક્ષા આપવાનો સંકલ્પ લીધો અને સવારે 9:30 વાગ્યે વિદ્યાર્થીની જેમ કેન્દ્ર તરફ રવાના થઈ ગયા. ગરીબી અને કૌટુંબિક જવાબદારીઓને કારણે કંચન તનવેએ વર્ષ 1997માં ધોરણ 10 બાદ અભ્યાસ છોડી દીધો હતો. પરંતુ તેમના પતિ મુકેશ તનવેના પ્રોત્સાહનથી તેમણે વર્ષ 2005માં ફરીથી ધોરણ 11માં એડમિશન લીધું અને વર્ષ 2009માં ધોરણ 12 પાસ કર્યું. ત્યારબાદ, તેઓ આંગણવાડી કાર્યકર્તા બન્યા અને 8 વર્ષ સુધી સેવા આપી.

વર્ષ 2023માં ભાજપે તેમને ખંડવા વિધાનસભાની ટિકિટ આપી. મોટા માર્જિનથી જીતીને ધારાસભ્ય બન્યા બાદ, તેમણે પહેલું પગલું ઉઠાવ્યું ગ્રેજ્યુએશનમાં એડમિશન માટેનું. હવે તેઓ કહે છે કે, ‘હું રાજનીતિની સાથે-સાથે અભ્યાસ પણ કરીશ, કારણ કે માત્ર શિક્ષિત નેતા જ લોકોને ન્યાય આપી શકે છે. ધારાસભ્યએ કહ્યું કે, સ્નાતક થતા જ, માસ્ટર ઇન સોશિયલ વર્ક (MSW) કરશે, અને ત્યારબાદ તેઓ કાયદાનો પણ અભ્યાસ કરશે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી હું રાજનીતિની પીચ પર છું, ત્યાં સુધી શિક્ષણની બેટ ચાલતી રહેશે.