fbpx

GIAએ સર્ટિફિકેટ આપવાની ના પાડતા લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગને કોઇ ફરક પડશે?

Spread the love
GIAએ સર્ટિફિકેટ આપવાની ના પાડતા લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગને કોઇ ફરક પડશે?

ડાયમંડ ગ્રેડીગ સાથે જોડાયેલી દુનિયાભરની અગ્રણી કંપનીઓમાંની એક જેમોલોજિકલ ઇન્સ્ટિટયૂટ ઓફ અમેરિકા (GIA)એ તાજેતરમાં જાહેરાત કરી હતી કે સંસ્થા હવે લેબગ્રોન ડાયમંડ માટે 4cs સર્ટિફેકિટ નહીં આપશે. આ નિવેદનને કારણે ડાયમંડ ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો હતો, કારણકે આ નિવેદનથી લેબગ્રોન ડાયમંડની વિશ્વસનીયતા વિશે મોટો પ્રશ્નાર્થ ઉભો થયો હતો.

4csનો મતલબ એ છે કે કટ, કલર, ક્લેરિટી અને કેરેટ. GIA દરેક ડાયમંડને આના આધારે સર્ટિફિકેટ આપે છે. નેચરલ ડાયમંડમાં છેલ્લા અઢી વર્ષથી મંદી હોવાને કારણે નેચરલ ડાયમંડને સુરક્ષિત રાખવા GIAએ આવો નિર્ણય લીધો.

જો કે, સુરત લેબગ્રોન ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ બાબુભાઇ વાઘાણીએ કહ્યું કે, GIAના નિર્ણયથી લેબગ્રોન ડાયમંડને કોઇ ફરક પડવાનો નથી.

error: Content is protected !!