

બિઝનેસ ચેનલો પર ગેસ્ટ એક્સપર્ટ તરીકે આવતા અને સ્ટોક માર્કેટના ગુરુ તરીકે જાણીતા સંજીવ ભસીન પર સેબીએ સ્ટોક માર્કેટમાં કામકાજ કરવા પર પ્રતિબંધ મુકી દીધો છે. તેમની સાથે અન્ય 12 લોકો પર પણ સેબીએ પ્રતિબંધ મુક્યો છે. સેબીએ તેમની પાસેથી ગેરકાયદે કમાયેલી 11.37 કરોડની રકમ પરત કરવાનો પણ આદેશ કર્યો છે.
સંજીવ ભસીન કોઇ પણ બિઝનેસ ન્યૂઝ ચેનલ પર ગેસ્ટ એક્સપર્ટ તરીકે આવતા પહેલા અને શેરોની ભલામણો કહેતા પહેલા પોતે જ એ શેરોની ખરીદી કરી લેતા હતા અને જ્યારે રોકાણકારો ખરીદવા જાય ત્યારે ભાવ ઉંચો જાય અને એ તકનો લાભ લઇને ભસીન શેરો વેચી દેતા અને તગડી કમાણ કરતા હતા. સેબીએ 2020થી 2024ના ટ્રાન્ઝેક્શનો તપાસ્યા હતા.