fbpx

લંડન જઈને પણ ન સુધર્યા, ગુજરાતીમાં પોસ્ટરો મારવા પડ્યા કે ‘હવે તો સુધરો’

Spread the love
લંડન જઈને પણ ન સુધર્યા, ગુજરાતીમાં પોસ્ટરો મારવા પડ્યા કે 'હવે તો સુધરો'

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં લડંનની ગલીઓને પાનની પિચકારી મારીને લાલ લાલ કરી નાંખવામાં આવી છે. આ વીડિયો જોઇને લોકો મોં મચકોડી રહ્યા છે કે કેટલાંક ગુજરાતીઓ ઇંગ્લેંડ જઇને ગુજરાતનું નામ ખરાબ કરી રહ્યા છે.

Untitled

લંડનના એવા અનેક વિસ્તારો કે જ્યાં ગુજરાતીઓની વસ્તી વધારે છે ત્યાં ગલીઓ અને જાહેર રસ્તા પર પાન, માવા કે ગુટખા ખાઇને લોકો પિચકારી મારી રહ્યા છે. લંડનમાં વસતા ગુજરાતી સમાજના લોકો આ વાતથી દુખી છે અને તેમણે ગલી ગલીએ પોસ્ટર લગાવ્યા છે કે.પ્લીઝ, હવે તો સુધરો. આવું ભારતમાં ચાલે, પરંતુ ઇંગ્લેંડમાં આવું ન ચાલે. રસ્તા પર પિચકારી મારનારા લોકોમાં જે લોકો પકડાઇ છે, તેમાં 95 ટકા ગુજરાતીઓ હોય છે.

error: Content is protected !!