

ઈ-કોમર્સ પ્લેટફોર્મ Meeshoને પોતાનો IPO લોન્ચ કરવા માટે તેના શેરધારકો પાસેથી મંજૂરી મળી ગઈ છે. રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ પાસે દાખલ દસ્તાવેજો અનુસાર, કંપની IPO દ્વારા 4,250 કરોડ રૂપિયા એટલે કે લગભગ 500 મિલિયન ડોલર એકત્ર કરવા માગે છે. આ ઈ-કોમર્સ પ્લેટફોર્મ ગયા અઠવાડિયે જ અમેરિકાથી ભારતથી શિફ્ટ થયું છે. અગાઉ તેણે પોતાને અમેરિકામાં રજિસ્ટર રાખ્યું હતું, પરંતુ IPO લાવવા માટે ભારતમાં રજીસ્ટ્રેશન જરૂરી હતું. એટલે કંપની ભારતમાં શિફ્ટ થઈ ગઈ. આ પ્લેટફોર્મ SEBIના ગોપનીય માર્ગ હેઠળ પોતાનો ડ્રાફ્ટ IPO પ્રોસ્પેક્ટસ દાખલ કરશે.

કંપનીએ ફાઇલિંગમાં કહ્યું હતું કે, ‘પ્રસ્તાવિત રજૂઆતમાં 4,250 કરોડ રૂપિયા સુધીના ફ્રેશ ઇક્વિટી શેર અને કંપનીના કેટલાક હાલના શેરધારકો દ્વારા ઇક્વિટી શેરોના વેચાણની રજૂઆત સામેલ હશે.’ Meeshoના શેરધારકોએ સંસ્થાપક વિદિત આત્રેને કંપનીના અધ્યક્ષ, મેનેજિંગ ડિરેક્ટર અને CEO તરીકે નિમણૂક કરવાની યોજનાને પણ મંજૂરી આપી હતી.
Meeshoમાં ઘણા મોટા રોકાણકારોની હિસ્સેદારી છે. તેમાં, એલિવેશન કેપિટલ, પીક XV પાર્ટનર્સ જેવા રોકાણકારો કંપનીમાં મોટી હિસ્સેદારી ધરાવે છે. આ બધા પાસે 13 ટકાથી 15 ટકા હિસ્સેદારી છે. જાપાનની સોફ્ટબેન્ક પાસે પણ Meeshoમાં 10 ટકાની હિસ્સેદારી છે.

Meeshoનું અંતિમ ફન્ડિંગ રાઉન્ડ 250 મિલિયનથી લઈને 270 મિલિયનની વચ્ચે હતો. આ ફન્ડિંગ બાદ, કંપનીનું વેલ્યૂએશન 3.9 બિલિયન ડોલર છે. ફન્ડિંગ રાઉન્ડ બાદ, તેને પાછલા 4.9 બિલિયનના મૂલ્યાંકનથી સમાયોજિત કરવામાં આવ્યું છે. આ IPO સાથે Meesho ભારતમાં શેરબજારમાં લિસ્ટેડ થનારું પહેલું હોરિઝોન્ટલ ઈ-કોમર્સ પ્લેટફોર્મ બનશે. તેનો અન્ય હરીફ વોલમાર્ટની માલિકીની ફ્લિપકાર્ટ પણ આગામી વર્ષે IPO લાવી શકે છે. પરંતુ IPO લાવવા અગાઉ, તેણે પોતાના હેડક્વાર્ટરને સિંગાપુરથી ભારતમાં શિફ્ટ કરવું પડશે.