

ભારતીય જનતા પાર્ટીએ આ વખતે ઇતિહાસ રચી દીધો છે. લોકસભા 2024ની ચૂંટણી પત્યાને 1 વર્ષ પુરુ થઇ ગયું છતા હજુ રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ પ્રમુખનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. આ વખતે ભાજપે પ્રમુખોની લોકશાહી ઢબે ચૂંટણી કરવાનું નક્કી કર્યુ હતું.
ભાજપે તાજેતરમાં મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળના પ્રદેશ પ્રમુખ માટે ભાજપના દિગ્ગજ નેતાઓને જવાબદારી સોંપી છે. મહારાષ્ટ્ર માટે કિરેણ રિજુજુ, ઉત્તરાખંડ માટે હર્ષ મલ્હોત્રા અને પશ્ચિમ બંગાળ માટે રવિશંકર પ્રસાદને ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ માટે છેલ્લાં ઘણા સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે, ભાજપ અને RSS વચ્ચે નામને લઇને ખેંચતાણ ચાલી રહી છે, જે નામ RSS રજૂ કરે છે તે ભાજપને પસંદ નથી આવતા અને ભાજપ જે નામ મુકે છે તે RSSને પસંદ નથી આવતા.