

SOGએ સુરતના મોટા વરાછા વિસ્તારમાં કન્સ્ટ્રક્શન ઓફીસના આડમાં ચાલતા ડબ્બા ટ્રેડીંગ અને ઓનલાઇન ગેમીંગ સટ્ટાના રેકેટનો પદાર્ફાશ કર્યો છે. પોલીસે 8 લોકોની ધરપકડ કરી છે.
મોટાવરાછા વિસ્તારમાં મેરેડિયન બિઝનેસ સેન્ટરમાં સનરાઇઝ ડેવલપર્સના નામથી ઓફીસ ખોલવામાં આવી હતી, પરંતુ ઓફીસમાં સટ્ટાનું કામ ચાલતું હતું. શેરબજારમાં ગેરકાયદે ટ્રેડીંગ અને ફુટબોલ, ક્રિક્રેટ, ટેનિસ જેવા સ્પોર્ટ્સ પર સટ્ટો રમાડવામાં આવતો હતો. પોલીસે નંદલાલ ગેવરીયા સહિત 8 લોકોની ધરપકડ કરી છે.નંદલાલ માસ્ટર માઇન્ડ છે અને છેલ્લા 10 વર્ષથી સુરતમાં સટ્ટાનો બિઝનેસ કરે છે. આ પહેલા પણ ડબ્બા ટ્રેડીંગનો ધંધો કરવા બદલ તેની સામે ગુનો નોંધાયો હતો.
પોલીસે 19 મોબાઇલ, 4 લેપટાપ અને 1 લાખ 5 હજાર કરોડ રૂપિયા રોકડા જપ્ત કર્યા છે.