

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ અનિલ અંબાણીને મોટો ઝટકો આપ્યો છે. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશનનની 31580 કરોડ રૂપિયાની લોન સ્ટેટ બેંક ફ્રોડ લોન જાહેર કરી છે. SBIએ શેરબજાર અને RBIને જાણ કરી છે.
બેંકે કહ્યું કે, બેંકની ફ્રોડ ઇન્વેસ્ટીગેશન કમિટીએ આ લોનને ફ્રોડ લોન જાહેર કરી છે. અનિલ અંબાણીની કંપનીએ ફંડનો દુરપયોગ કર્યો છે. રિલાયન્સ કોમ્યુનિકેશને જે લોન આપવામાં આવી હતી તે રકમ રિલાયન્સ ટેલીકોમ અને અનિલ અંબાણીની અન્ય ગ્રુપ કંપનીઓમા ટ્રાન્સફર કરી દેવામાં આવી છે.
અગાઉ સ્ટેટ બેંક 10 નવેમ્બર 2020માં રિલાયન્સ કોમ્યુનિકેશનની લોનને ફ્રોડ જાહેર કરેલી, પરંતુ સુપ્રીમ કોર્ટે માર્ચ 2023માં ફ્રોડ ક્લાસીફેકેશન દુર કરવાનો આદેશ આપ્યો હતો. સ્ટેટ બેંકે ફરી ફ્રોડ લોન જાહેર કરી.