fbpx

સુરતમાં પૂરને કારણે પલળી ગયેલી 500 વાળી સાડી 50 રૂપિયે કિલોમાં વેયાય છે?

Spread the love
સુરતમાં પૂરને કારણે પલળી ગયેલી 500 વાળી સાડી 50 રૂપિયે કિલોમાં વેયાય છે?

મહિલાઓ માટે એક લોભામણા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં તાજેતરમાં 2 દિવસ મુશળધાર વરસાદ પડ્યો હતો અને કેટલાંક વિસ્તારોમાં ખાડી પૂરના પાણી ફરી વળ્યા હતા. ખાસ કરીને રિંગરોડ પર આવેલી કેટલીક ટેક્સાટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં પાણી ભરાઇ ગયા હતા જેને કારણે મોટા પાયે સાડીનો જથ્થો પાણીમાં પલળી જતા કાપડના વેપારીઓને કરોડો રૂપિયાનું નુકશાન થયું છે.

સુરતના કમેલા દરવાજા વિસ્તારમાં આવેલી રઘુકુળ માર્કેટ અને તેની આસપાસની માર્કેટમાં ટેક્સટાઇલ દુકાનદારો સાવ ખરાબ થઇ ગયેલી અને દુર્ગધ મારતી સાડીઓને વેચવાનું શરૂ કર્યું છે. 500 રૂપિયા વાળી સાડી 50 રૂપિયે કિલો વેચવામાં આવી રહી છે.

જો કે આ સમાચાર તમારા સુધી પહોંચે ત્યાં સુધીમાં કદાચ સ્ટોક ખલાસ થઇ ગયો હોય એવું પણ બની શકે છે. કારણ કે બે- 4 માર્કેટમાં આવું નુકશાન થયું છે.

error: Content is protected !!