
-copy6.jpg?w=1110&ssl=1)
ભારતમાં પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી નીરવ મોદીનો સાવકો ભાઇ નેહલ મોદીની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. નેહલ પર આરોપ છે કે તે PNB કૌભાંડમાં સામેલ હતો અને તેણે મહત્ત્વના પુરાવા નાશ કરી દીધા હતા. નેહલ પર એવો પણ આરોપ છે કે તેણે 350 કરોડની રકમ ગેરકાયકે અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી દીધી છે.
ભારતના ED અને CBIએ પ્રત્યાપર્ણની અપીલ કરી હતી જેને પગલે અમેરિકામાં નેહલ મોદીની ધરપકડ કરવામાં આવી.
નેહલની જામીન પર સુનાવણી 17 જુલાઇએ નેશનલ ડિસ્ટ્રીક્ટ ઓફ હોનોલુલુમાં થશે. EDએ કહ્યુ કે, નેહલે નીરવ મોદીને મદદ કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી અને નકલી કંપનીઓ બનાવીને મોટી રકમ ટ્રાન્સફર કરી દીધી છે.