fbpx

શું મસ્ક અને મમદાનીને અમેરિકામાંથી કાઢી મુકવાની ટ્રમ્પ પાસે સત્તા છે?

Spread the love
શું મસ્ક અને મમદાનીને અમેરિકામાંથી કાઢી મુકવાની ટ્રમ્પ પાસે સત્તા છે?

અમેરિકા ગેરકાયદે પ્રવાસીઓને દેશનિકાલ કરી શકે , પરંતુ શું અમેરિકાની સરકારને એવી સત્તા છે કે દેશના નાગરિકોને પણ દેશનિકાલ કરી શકે? આ વાત અત્યારે એટલા માટે ચર્ચામાં આવી છે કારણકે, દુનિયાના સૌથી ધનિક એલન મસ્ક અને ન્યુયોર્કમાં મેયરની ચૂંટણી લડી રહેલા જોહરાન મમદાનીને અમેરિકામાંથી કાઢી મુકવાની રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે. શું ટ્રમ્પ પાસે આવી સત્તા છે ખરી?

રાષ્ટ્રપતિ પદની ચૂંટણી વખતે ડોનાલ્ડ ટ્રમ્પ અને એલન મસ્ક એકબીજાના જિગરી હતા, પરંતુ સત્તા પર આવતાની સાથે ટ્રમ્પ અને મસ્ક વચ્ચે મોટી તિરાડ પડી ગઇ છે. જાણકારોનું કહેવું છે કે, અમેરિકાના બંધારણ મુજબ ટ્રમ્પ પાસે કોઇ પણ અમેરિકન નાગરીકને બહાર કરવાની સત્તા નથી. સિવાય કે ખોટા દસ્તાવેજો કે ક્રીમીનલ માહિતી મેળવીની નાગરિકતા લીધી હોવાનું ખબર પડે.

error: Content is protected !!