
-copy7.jpg?w=1110&ssl=1)
દુનિયાના અબજોપતિમાં 5મા સ્થાને રહેનારા વોરેન બફેટે 51,300 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. જો કે નવાઇની વાત એ છે આ દાન તેમણે અબજોપતિને જ આપ્યું છે. વોરેન બફેટે પોતાની બર્કશાયર હેથવે કંપનીના 94.3 લાખ શેર્સ ગેટ્સ ફાઉન્ડેશનનને દાનમાં આપ્યા છે જ્યારે બાકીનું દાન બફેટે પોતાના જ 3 પુત્રોના ફાઉન્ડેશનને આપ્યું છે.
વોરેન બફેટના 3 સંતાનો છે જેમાં સુસી બફેટ જે 71 વર્ષના છે, બીજા હાવર્ડ બફેટ જે 70 વર્ષના છે અને ત્રીજા પીટર બફેટ જે 67 વર્ષના છે. વોરેન બફેટની કુલ સંપત્તિ 13.04 લાખ કરોડ રૂપિયા છે. તેમણે અત્યાર સુઘીમાં 5.13 લાખ કરોડ રૂપિયાનું દાન કર્યું છે.
ગેટ્સ ફાઉન્ડેશન માઇક્રો સોફ્ટના બિલ ગેટ્સ અને તેમના પત્ની મેલેંડા ગેટ્સે સ્થાપેલું ફાઉન્ડેશન છે.
