પ્રાંતિજ ખાતે નિશાનના જુલુસ વેળા આખલાએ ૧૦ થી ૧૫ લોકોને અડફેટે લીધા
– ઇજાઓ પોહચતા ઇજાગ્રસ્તો ને સારવાર અર્થે ખસેડવામા આવ્યા
– વૃધ્ધાને છાતીના ભાગે ઇજાઓ પોહચતા ૧૫ ટાકા આવ્યા
– એક પુરૂષ ને આંખે તથા શરીરે ઇજાઓ પોહચી
– ભાઇ-બહેન ને ઇજાઓ પોહચતા પહેલા પ્રાંતિજ અને વધુ સારવાર અર્થે હિંમતનગર ખસેડવામા આવ્યા હતા
– આખલાએ અડફેટે લેતા હાગે-પગે શરીરે જીવલેણ ઈજાઓ પોહચી
– નિશાનના જુલુસ વેળા આખલો દોડી આવતા નાસભાગ મચી જવા પામી હતી
– પ્રાંતિજ પાલિકા રખડતા ઢોર પકડવામા નિષ્ફળ રહેતા ધટના બની
– ધાર્મિક તહેવાર- જુલુસ- વરધોડાઓમા પાલિકા દ્રારા માણસો મુકી પશુ આવતા રોકવા જોઇએ
– પ્રાંતિજ પાલિકાની બેદરકારી ને લીધે નિશાન જુલુસ માટે ગયેલ લોકોને ઇજાઓ પોહચી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે ગઈકાલે મોહર્રમના નવમે ચાંદ પીરાને પીરના છિલ્લા પાસે નિશાનના જુલુસ માટે લોકો એકઠા થયાં હતાં. ત્યાં આખલો ધુસી આવતા નાસભાગ મચી જવા પામી હતી. તો આખલાએ ૧૦થી૧૫ લોકોને ઇજાઓ પોહચાડતા પ્રાંતિજ-હિંમતનગર ખાતે સારવાર હેઠળ ખસેડવામા આવ્યા હતા.







રખડતા પશુઓનો ત્રાસ દિવસે ને દિવસે પ્રાંતિજમા વધી રહ્યો છે. ત્યારે પ્રાંતિજ ગલેચી ભાગોળ પીરાન પીરના છીલ્લા પાસે તાજીયાના તહેવારને લઈને નિકળતા નિશાનના જુલુસ વેળા રોડ વચ્ચોવચ આખલો ધુસી આવતા નાસભાગ મચી જવા પામી હતી. અને લોકો પોતાનો જીવ બચાવીને ભાગ્યા હતા. તો આખલાએ ૧૦ થી ૧૫ લોકોને અડફેટે લેતા નાની મોટી સહિત જીવલેણ ઈજાઓ પોહચતા ઇજાગ્રસ્તોને પ્રાંતિજ સિવિલ ખાતે ખસેડવામા આવ્યા હતા. તો એક વૃધ્ધાને છાતીના ભાગે ઇજાઓ પોહચતા ૧૫ ટાંકા આવ્યા હતા. તો એક મહિલાને હાથે-પગે તેમજ એક પુરૂષને આંખે સહિત શરીરે ઇજાઓ પોંહચી હતી. ઇજાગ્રસ્તોને પહેલા પ્રાંતિજ સિવિલમા સારવાર આપવામા આવી હતી. તો ભાઇ-બહેનને વધુ ઈજાઓ પોહચતા તેઓને વધુ સારવાર અર્થે હિંમતનગર ખાતે ખસેડવામા આવ્યા હતા. હાલ નગરમાં રખડતા ઢોર સહિત આખલાઓનો ત્રાસ વધ્યો છે. અને અવારનવાર પ્રાંતિજ પાલિકામા રજુઆતો બાદ પણ પ્રાંતિજ પાલિકા કુંભકર્ણ નિંદ્રામા હોય તેવુ સ્પષ્ટ પણે જણાઇ આવે છે. ત્યારે પ્રાંતિજ પાલિકા દ્રારા આવા ધાર્મિક તહેવારોમા વરધોડા , જુલુસ દરમ્યાન પાલિકાના માણસો મુકી જુલુસ કે વરધોડાઓ પહેલા આવા રખડતા ઢોરોને હાકવામા આવે. જેથી આવી ધટના ફરી ના બને. તેવુ લોકો જણાવી રહ્યા છે. ત્યારે હાલતો પ્રાંતિજ પાલિકાની બેદરકારીને લઈને નિશાનના જુલુસ માટે ગયેલ લોકોને આખલાના હુમલાનો ભોગ બન્યા હતા. તેમ કહીએ તો નવાઇ નહી !
ઇજાગ્રસ્તોના નામ
જવરનબાનુ ઇસુફભાઇ સિંધી (છાતી ના ભાગે ઇજાઓ પોહચતા ૧૫ ટાકા )
યુનુસભાઇ ઇબ્રાઇભાઇ સિંધી (આંખે તથા શરીરે ઇજાઓ પોહચી)
બાનુબીબી અનવરભાઇ સિંધી ( હાથે શરીરે ઇજાઓ પોહચી )
પરવીનબાનુ ફિરોઝાભાઇ પઠાણ ( પગે શરીરે ઇજાઓ પોહચી )
ફિજીયાબાનુ મોહસીનમીયા રંગરેજ ( હાથે પગે માથા ના ભાગે)
મુમતાઝબીબી શાબીરમીયા શેખ ( હાથે પગે ઇજાઓ પોહચી )
બિસમીલ્લાખાન શાબીરમીયા શેખ (હાથે પગે શરીરે ઇજાઓ પોહચતા વધુ સારવાર અર્થે હિંમતનગર ખાતે ખસેડવામા આવ્યા)
આલીયાબાનુ બિસ્મીલા શેખ (વધુ ઈજાઓ પોહચતા હિંમતનગર )