પ્રાંતિજ ના ભાગપુર ખાતે ચુંટણી ની અદાવત રાખી લાફો મારી ગાળો-બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી
– ધમકીઓ આપતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા બે વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ
– પ્રાંતિજ પોલીસે ગુનોનોંધી આગળ ની તપાસ હાથ ધરી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના ભાગપુર ખાતે ચુંટણી ની અદાવત રાખી રીક્ષા ચાલક ને લાફો મારી ગાળો-બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા બે વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ

પ્રાંતિજ ના ભાગપુર ખાતે રહેતા શ્રી રાકેશસિંહ લાલસિંહ રાઠોડ રીક્ષા ચાલક પોતાની રીક્ષા લઇ ગામની ડેરી આગળ હતા તે દરમ્યાન ગામનાજ રહેતા કિરણસિંહ કાળુસિંહ રાઠોડ તથા પારસસિંહ દાનસિંહ રાઠોડ બન્ને જણા પાસે આવીને કહેવા લાગ્યા કે ચુંટણી મા ભજીયા ખાતા હતા તે કાઢી નાખવાના છે તેવી ખોટીવાત કરી મા-બહેન સામી ગાળો-બોલી લાફો મારી શ્રી રાકેશસિંહ લાલસિંહ રાઠોડ ની પત્ની ને ધકકો મારી રીક્ષા સાથે પેટ્રોલ નાંખી સળગાવી દઇ જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા શ્રી રાકેશસિંહ લાલસિંહ રાઠોડ રહે. દુધની ડેરી ની પાછળ ભાગપુર તા.પ્રાંતિજ, જિ. સાબરકાંઠા દ્રારા કિરણસિંહ કાળુસિંહ રાઠોડ તથા પારસસિંહ દાનસિંહ રાઠોડ બન્ને રહે ભાગપુર તા.પ્રાંતિજ, જિ.સાબરકાંઠા વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે આઇપીસીકલમ ૧૧૫(૨),૩૫૨,૩૫૧(૩) , ૫૪ મુજબ ગુનોનોધી આગળ ની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના ASI પુંજાભાઇ મહાદેવ ભાઇ દ્રારા તપાસ હાથ ધરવામા આવી હતી
જીલ રાવલ સાબરકાંઠા