fbpx

NSEનો 30000 કરોડનો IPO આવી રહ્યો છે, સ્ટેટ બેંકને બખ્ખા થઇ ગયા

Spread the love

NSEનો 30000 કરોડનો IPO આવી રહ્યો છે, સ્ટેટ બેંકને બખ્ખા થઇ ગયા

નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ (NSE)એ મંગળવારે IPO માટે સેબીમાં ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ રજૂ કરી દીધા છે અને લગભગ 30000 કરોડનો IPO આવશે. સત્તાવાર રીતે પ્રાઇસ બેન્ડ નક્કી નથી થયો પરંતુ રોઇટર્સના અહેવાલમાં જણાવ્યા મુજબ NSE 1900 રૂપિયાનો પ્રાઇસ બેન્ડ રાખી શકે છે.

2016થી પોતાનો શેર લિસ્ટીંગ કરાવવાની કોશિશ કરી રહ્યુ હતું, પરંતુ અનેક અડચણો આવતી હતી હવે 10 વર્ષ પછી આખરે IPOના દસ્તાવેજો ફાઇલ થયા છે.

NSEમાં સ્ટેટ બેંક સહિત અનેક સંસ્થાઓએ પહેલેથી રોકાણ કરેલું છે. આ બધા રોકાણકારો પોતાનું હોલ્ડીંગ ઘટાડશે એટલે આ IPO ટોટલી ઓફર ફોર સેલ છે. નવા શેરો જારી થવાના નથી. સ્ટેટ બેંકને સૌથી વધારે ફાયદો થશે એવું જાણવા મળ્યું છે.

Leave a Reply

error: Content is protected !!