fbpx

Jioમાં મહેન્દ્ર નહાટાએ 48 કરોડ રોકેલા આજે 5800 કરોડ થઇ ગયા

Spread the love

Jioમાં મહેન્દ્ર નહાટાએ 48 કરોડ રોકેલા આજે 5800 કરોડ થઇ ગયા

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ તાજેતરમાં વાર્ષિક સાધારણ સભામાં JIOના IPOની જાહેરાત કરી અને સેબીમાં દસ્તાવેજો પણ રજૂ થઇ ગયા. JIOનો IPO દેશનો સૌથી મોટો IPO હશે. આ પહેલા એક વાત સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની કે ટેલીકોમ દિગ્ગજ અને HDFCના પ્રમોટર મહેન્દ્ર નહાટાએ વર્ષ 2020માંJIOમાં 48 કરોડ રૂપિયાનું રોકાણ કરેલું અને તેમની પાસે કંપનીનો 0.54 ટકા હિસ્સો છે.

મહેન્દ્ર નહાટા એ વ્યક્તિ છે જેમણે 2016માં રિલાયન્સની ટેલીકોમ માર્કેટમાં એન્ટ્રી કરવામાં મોટી મદદ કરેલી છે. અત્યારે JIOનું વેલ્યુશન છે તે મુજબ મહેન્દ્ર નહાટાના હોલ્ડીંગની વેલ્યુ 5800 કરોડ રૂપિયા થઇ ગઇ છે. એટલે માત્ર 6 જ વર્ષમાં તેમના 48 કરોડના રોકાણના 5800 કરોડ રૂપિયા થઇ ગયા છે.

error: Content is protected !!