
ભર ચોમાસે પાણી ના મળતા મહિલાઓ રડચંડી બની
પ્રાંતિજ ખાતે પાણીના મળતા મહિલાઓ પાલિકા ખાતે દોડી જઇ
– પ્રાંતિજ વૃંદાવન પાર્ક સોસાયટી ની મહિલાઓ પાણી ની સમસ્યા ને લઈ પાલિકા મા દોડી આવી
– પાણી આપો પાણી આપો ની માંગ સાથે માટલા ફોડી વિરોધ કર્યો
– પાલિકા ખાતે કોઇ જવાબદાર અધિકારીઓ ના હોય રોષે ભરાયેલ મહિલાઓએ પાલિકાને તાળુ માળ્યુ
– પ્રાંતિજ પોલીસ દ્રારા રજુઆત કરવા આવે મહિલાઓને ડીટેઇન કરી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે ભર ચોમાસે પીવાનુ પાણી ના મળતા પાણી આપો પાણી આપો ની માંગ સાથે સોસાયટીની મહિલાઓ પ્રાંતિજ પાલિકા ખાતે દોડી આવી હતી અને પાલિકા સંકુલ મા માટલા ફોડી વિરોધ કર્યો હતો તો રજુઆત કરવા આવેલ મહિલાઓની રજુઆત સાંભળવા વાળુ કોઇ હોય ના મહિલાઓએ પાલિકાને તાળુ માળ્યુ હતુ






પ્રાંતિજ રેલ્વેસ્ટેશન વિસ્તાર મા આવેલ વૃંદાવન પાર્ક સોસાયટી મા છેલ્લા ત્રણ દિવસ થી પીવાનુ પાણી ના મળતા પાલિકા મા રજુઆત પણ સમસ્યાનો હલ ના આવતા દોડી આવેલ સોસાયટી ની મહિલાઓ પાણી આપો પાણી આપો ની માંગ સાથે પ્રાંતિજ પાલિકા સંકુલ મા માટલા ફોડી વિરોધ કર્યો હતો તો પાલિકા મા રજુઆત કરવા પોહચેલ મહિલાઓ ની રજુઆત કોઇ સાંભળવાવાળુ ના હોય કોઇ જવાબદાર અધિકારી ના હોય પાલિકા મા દોડી આવેલ મહિલાઓ નો ગુસ્સો સાતમા આસમાને જતા પ્રાંતિજ પાલિકા ને તાળુ માર્યુ હતુ તો પ્રાંતિજ પાલિકા દ્રારા પ્રાંતિજ પોલીસ ને જાણ કરતા પ્રાંતિજ પોલીસ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી હતી અને પાલિકા સંકુલ મા પાણી માટે વિરોધ કરી રહે મહિલાઓને ડીટેઇન કરી હતી ત્યારે પ્રાંતિજ પાલિકા મા નિયમિત વેરા ભરવાછતાય પાલિકા દ્રારા પ્રાથમિક સુવિધા પીવાનુ પાણી ના આપતા રજુઆત કરવા આવેલ મહિલાઓને પોલીસ દ્રારા ડીટેઇન કરવામા આવતા સોસાયટી ના રહીશો મા પણ પ્રાંતિજ પાલિકા તથા પ્રાંતિજ પોલીસ સામે રોષ જોવા મલ્યો હતો
જીલ રાવલ સાબરકાંઠા
