fbpx

હવે ભારતમાં જ ખરીદી શકશો ટેસ્લા કાર, 15 તારીખે આ શહેરમાં ખૂલશે શો-રૂમ

Spread the love
હવે ભારતમાં જ ખરીદી શકશો ટેસ્લા કાર, 15 તારીખે આ શહેરમાં ખૂલશે શો-રૂમ

દુનિયાના સૌથી ધનિક એલન મસ્કની કંપની ટેસ્લાની ઇલેક્ટ્રીક કાર ભારતમાં આવી ગઇ છે. કંપનીએ જાહેરાત કરી છે કે 15 જુલાઇએ મુંબઇનો શો-રૂમ શરૂ કરવામાં આવશે અને અત્યારે ટેસ્લાની Y SUV મોડલની કાર ભારત પહોંચી ગઇ છે. મુંબઇના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં 4000 સ્કેવર ફુટનો શો-રૂમ ટેસ્લાએ 5 વર્ષ માટે ભાડે લીધો છે અને મહિના 35 લાખ રૂપિયાનું ભાડું નક્કી થયું છે.

ભારતમાં આવેલી ટેસ્લાની કાર શાંઘાઇમાં બની છે.ટેસ્લાની કારની કિંમત 27 લાખ રૂપિયા છે,પરંતુ ભારતમાં ઇમ્પોર્ટ ડ્યુટી 21 લાખ રૂપિયા લાગે છે એટલે ગ્રાહકોને ટેસ્લાની આ કાર 48 લાખ રૂપિયામાં પડશે.

એલન મસ્કે પહેલા ગુજરાતમાં પ્લાન્ટ નાંખવાની વાત કરી હતી, પરંતુ અત્યારે એમાં કોઇ ડેવલપમેન્ટ નથી.

error: Content is protected !!